તણાવ (Stress) આજના સમયમાં કોમન છે. તમારા કામને લઈને થોડું ટેંશન વ્યાજબી છે. પરંતુ સતત તણાવ શારીરિક અને માનસિક રીતે નુકસાનકારક છે કારણ કે સતત ટેંશન કરવાથી કોર્ટિસોલ હોર્મોન્સ શરીરમાં વધવા લાગે છે.
અને રોગપ્રતિકારક શક્તિ ઘટાડી કરી શકે છે, જે બ્લડ પ્રેશર વધારે છે, કાર્ડિયાક સંબંધિત સમસ્યા અને ડિપ્રેશન વગેરે જેવી સમસ્યામાં વધારો થાય કરે છે.
2021માં થયેલા ગેલપ સર્વેમાં દર્શાવવામાં આવ્યું હતું કે 41 લોકોએ તણાવનો અનુભવ કર્યો હતો. પરંતુ સ્ટ્રેસની સમસ્યા માંથી મુકિત મેળવવા તમે એક્ટિવ રહી શકો છો જેમ કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી જેમ કે, યોગ, સાયકલિંગ, રનિંગ, વોકિંગ, ઝુમ્બા, ડાન્સ, એરોબિક્સ એક્સરસાઇઝ વગેરે
કે.એન.ઉડુપા, ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીના ડાયરેક્ટર, યોગ આસનો કરનારા તેમના સબ્જેક્ટનું સાયકોલોજીકલ ટેસ્ટિંગ કર્યું અને તેમને પોઝિટિવ રિઝલ્ટ મળ્યા છે,
યાદશકિતમાં વધારો, ન્યુરોટિકિઝમ ઇન્ડેક્સનો ઘટાડો, માનસિક થાક ઓછો લાગવો, ખુશીની લાગણીમાં વધારો અને પોઝિટિવિટીમાં વધારો
યોગાસન કરવાથી મનને શાંતિ મળે છે, મગજમાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે, અને યાદશકિતમાં વધારો કરવામાં મદદ કરે છે.
આ પ્રાણાયામ નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક છે, મનને શાંત કરે છે, માનસ પર ઊંડી રાહત આપે છે અને અનિદ્રાને દૂર કરે છે.