મધ અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું?

Jun 04, 2025, 11:22 AM

મધ સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થઇ શકે છે.

પરંતુ આજકલ બજારમાં નકલી મધ મળે છે, જો તમે પણ અસલી અને નકલી મધ ઓળખી સકતા નથી તો અહીં જાણો

અસલી અને નકલી મધ ઓળખવાની ટિપ્સ

ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી બોડી ‘FSSAI’એ મધ અસલી છે કે નકલી તે જાણવાની કેટલીક રીતો આપી છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરો. આ પછી ગ્લાસને ધીમે ધીમે હલાવતા રહો.

અસલી અને નકલી મધ ઓળખવાની ટિપ્સ

જો મધ પાણીમાં ઝડપથી ભળી જાય તો તે નકલી છે. શુદ્ધ મધ પાણીની નીચે થીજી જશે.

અસલી અને નકલી મધ ઓળખવાની ટિપ્સ

બ્લોટિંગ પેપરના ટુકડા પર મધના થોડા ટીપાં નાખો. જો બ્લોટિંગ પેપર મધને સંપૂર્ણ રીતે શોષી લે છે તો તેનો અર્થ એ છે કે મધ શુદ્ધ નથી.

અસલી અને નકલી મધ ઓળખવાની ટિપ્સ

સ્વચ્છ સફેદ કપડા પર મધના થોડા ટીપાં લગાવો અને થોડીવાર રાહ જુઓ પછી તેને પાણીથી ધોઈ લો. જો ડાઘ સરળતાથી નીકળી જાય તો મધ બિલકુલ શુદ્ધ નથી. મધની સાંદ્રતા એટલી વધારે હોય છે કે તેના ડાઘ સરળતાથી દૂર થતા નથી.

અસલી અને નકલી મધ ઓળખવાની ટિપ્સ

મધ અસલી છે કે નકલી તે સમજવાની બીજી રીત છે એક ગ્લાસ પાણીમાં વિનેગરના થોડા ટીપા મિક્સ કરો.

અસલી અને નકલી મધ ઓળખવાની ટિપ્સ

મધના થોડા ટીપા નાખો, જો તેમાંથી ફીણ આવવા લાગે તો સમજી જશો કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે. રૂમાં મધ લો અને તેને આગમાં બાળી નાખો. જો તે બળી જાય તો સમજવું કે મધ શુદ્ધ છે.

શહેનાઝ ગિલે માત્ર 6 મહિનામાં 55 કિલો વજન ઘટાડ્યું, આ રહી સિક્રેટ ડાયટ ટિપ્સ