Beauty Tips: ઘરે ગોલ્ડ ફેસ માસ્ક બનાવો, બ્યુટી પાર્લરનો ખર્ચ બચશે

Jun 05, 2024, 09:34 PM

દરેક વ્યક્તિને સુંદર અને ચમકતો ચહેરો ઇચ્છે છે. ગ્લોઇંગ ફેસ માટે ઘણા લોકો ગોલ્ડ ફેશિયલ કરાવે છે. બ્યૂટી પાર્લરમાં ગોલ્ડ ફેશિયલ કરાવવો મોંઘો પડે છે.

તમે ઘરે પણ ગોલ્ડન ફેસ માસ્ક બનાવી શકો છો. જાણો ગોલ્ડન ફેસ માસ્ક બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અને તેના ફાયદા

ગોલ્ડ ફેસ માસ્ક બનાવવાની સામગ્રી

કાચું દૂધ, કોટન, લીંબુનો રસ, ખાંડ, મધ, એલોવેરા, ઓલિવ ઓઇલ, ચણાનો લોટ, હળદર અને ગુલાબજળ

ગોલ્ડ ફેસિયલ માસ્ક કરવાની રીત

ગોલ્ડ ફેશિયલ કરતા પહેલા તમારે તમારી ફેસ સ્કીન બરાબર સાફ કરી લો. કાચ દૂધમાં કોટન ડુબાડી તેના વડે ફેસ સ્કીન ક્લિન કરો.

હવે એક બાઉલમાં થોડો લીંબુનો રસ, ખાંડ અને મધ મિક્સ કરો. આ માસ્કને ફેસ પર લગાવો અને 2 મિનિટ સુધી સ્ક્રબ કરવાની જેમ મસાજ કરો. હવે ચહેરો પાણી વડે ધોઇ લો.

હવે 2 ચમચી એલોવેરા જેલમાં લીંબુનો રસ અને ઓલિવ તેલ મિક્સ કરો. આ માસ્ક વડે ચહેરા પર 10 મિનિટ સુધી મસાજ કરો અને પછી કોટનની મદદથી ચહેરો સાફ કરો.

હવે એક બાઉલમાં ચણાનો લોટ, કાચું દૂધ, મધ અને ગુલાબજળ મિક્સ કરીને ફેસ માસ્ક બનાવો.

આ ફેસ માસ્કને ચહેરા પર લગાવો. માસ્કને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ કોટન વડે ચહેરો સાફ કરી લો. તમારો ફેસ ચાંદની જેમ ચમકવા લાગશે.

ગોલ્ડ ફેશિયલ કરવાના ફાયદા

ગોલ્ડ ફેસ માસ્ક સ્કીનમાં ટેનિંગ અને પિગમેન્ટેશન દૂર કરશે અને ખીલ જેમ સ્કીન પ્રોબ્લમ ઓછી થશે. માસ્ક એન્ટીબેક્ટેરિયલ છે અને સ્કીનને અંદરથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.

ગોલ્ડ ફેસ માસ્ક કરવાના ફાયદા

ગોલ્ડ માસ્ક કરવાથી ફેસની સ્કીન ગ્લોઇંગ અને શાઇનિંગ કરશે. આ ફેશિયલ ચહેરા પરના ડાઘા દૂર કરે છે અને સ્કીનમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી ચહેરો ચમકદાર બને છે.