1 ચમચી બીટરૂટનો રસ, 1 ચમચી વેસલિન, 1 ચમચી નાળિયેર તેલ, 1 વિટામિન ઇ કેપ્સ્યુલ
સૌ પ્રથમ 2 બીટ ને સમારી લો, ત્યારબાદ બીટને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો અને બીટનો રસ નીકાળીને ગાળી લો.
હવે બીટ રસને 2 મિનિટ માટે ગરમ કરો ત્યારબાદ ગેસ બંધ કરો અને એમાં થોડી વેસેલીન ઉમેરો.
થોડી વેસેલીન ઉમેર્યા બાદ એમાં નાળિયેર તેલ નાખો અને બરોબર મિક્ષ કરતા રહો.
હવે એમાં વિટામિન ઈ ની કેપ્સ્યુલ નાખીને ફરી બધું મિક્ષ કરો અને નાની બોટલમાં આ મિશ્રણ ભરી દો અને ફ્રિઝરમાં 3 કલાક માટે મૂકી રાખો.
લિપ બામને ફ્રીઝરમાં મૂક્યા બાદ જામી જાય એટલે લિપ બામને યુઝ કરો તમારા હોઠ મુલાયમ રહેશે.