1 ચમચી બીટરૂટ પાવડર/રસ, 1 ચમચી નારિયેળ તેલ, 1 ચમચી મધ, 1 ચમચી વિટામિન ઇ કેપ્સ્યુલ તેલ
બીટરૂટમાં રહેલું નેચરલ કલર હોઠને ગુલાબી લાલ રંગ આપે છે. તે ફક્ત કલર ઉમેરતું નથી, પરંતુ હોઠના કોષોમાં રક્ત પરિભ્રમણ વધારીને હોઠને હેલ્ધી પણ બનાવે છે.
એક બાઉલમાં નારિયેળ તેલ લો. તેમાં બીટરૂટનો રસ અથવા પાવડર ઉમેરો. પછી મધ અને વિટામિન ઇ તેલ મિક્સ કરો, સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેને રેફ્રિજરેટરમાં નાના કન્ટેનરમાં સ્ટોર કરો. રેફ્રિજરેટરમાં સ્ટોર કરવામાં આવે તો તે 7 દિવસ સુધી ચાલશે.
કોઈ કેમિકલ વાળો કલર કે કેમિકલ નાખ્યા નથી. હોઠ પરના કાળા ડાઘ ધીમે ધીમે દૂર થશે. આ ઉપરાંત આ એક સસ્તો ઉપાય છે.
દરરોજ સૂતા પહેલા અથવા બહાર જતી વખતે હોઠ પર લગાવી શકો છો. શિયાળામાં હોઠ ફાટે તો લિપ બામ તરીકે પણ કામ કરે છે.