હેર ડાય બનાવાની ટિપ્સ, આટલી વસ્તુ દહીંમાં ઉમેરો, વાળ કાળા થશે!

Jun 17, 2025, 02:28 PM

જો તમારા વાળ નાની ઉંમરે સફેદ થવા લાગે છે, તો તમારે સૌથી પહેલા બેસ્ટ હેર ડાય શોધવી પડશે.

માર્કેટના પેકેજ્ડ કલરમાં તમારા હેરડાય કરવા ઘણા બધા કેમિકલ હોય છે. આનાથી તમારા વાળનો કુદરતી દેખાવ જ બગડે છે, પણ વધુ પડતા ડ્રાય પણ થાય છે.

જો તમે આડઅસર વિના તમારા વાળની ​​સંભાળ રાખવા માટે કુદરતી રીતો શોધી રહ્યા છો, તો અહીં હેર ડાઈ ઘરે બનાવાની ટિપ્સ આપી છે

હેર ડાય બનાવાની સામગ્રી

2 ચમચી કોફી પાવડર, 3 ચમચી દહીં, 1 કપૂર

હેર ડાય કેવી રીતે તૈયારી કરવી

લોખંડના તપેલામાં બે ચમચી કોફી પાવડર ઉમેરો. તેમાં ત્રણ ચમચી દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેમાં એક કપૂર પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને અડધા કલાક માટે ઢાંકીને રાખો.

હેર ડાય ઉપયોગ

તેલ વગરના વાળને ઘણા ભાગોમાં વિભાજીત કરી શકાય છે. તતેથી વાળ કોરા રાખો.

હેર ડાય ઉપયોગ

આ મિશ્રણને આંગળીઓ અથવા બ્રશનો ઉપયોગ કરીને વાળ પર લગાવો. 30 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. શેમ્પૂનો ઉપયોગ કરશો નહીં.

કિયારા અડવાણી પ્રેગ્નેન્સી સ્કિન કેર સિક્રેટ ટિપ્સ