Sweet Corn Pakoda : વરસાદી સીઝનમાં ગરમાગરમ સ્વાદિષ્ટ સ્વીટ કોર્ન પકોડાની મજા માણો

Jun 21, 2024, 03:54 PM

ચોમાસા (Monsoon) ની શરૂઆત થઇ ગઈ છે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને વાતાવરણ આહલાદક બની ગયું છે, ત્યારે ઘરે મકાઈ માંથી આ સ્વીટ કોર્ન પકોડા બનાવી શકો છો, જે ખુબજ ટેસ્ટી બને છે,

સામગ્રી

1 કપ મકાઈ, 1 કપ જીણી સમારેલી પાલક, 1 કપ ચણાનો લોટ, 1 કપ સમારેલી ડુંગળી, 1/4 હળદર પાઉડર, 1/3 અજમો, 1/2 ચમચી હિંગ, મીઠું તમારા સ્વાદ અનુસાર, 1/2 લાલ મરચું પાઉડર, જરૂર મુજબ પાણી અને તળવા માટે તેલ

સ્વીટ કોર્ન પકોડા રેસીપી

સામગ્રી જણાવ્યા મુજબ, એક મોટા બાઉલમાં મકાઈ, જીણી સમારેલી પાલક,મારેલી ડુંગળી,હળદર પાઉડર, અજમો,હિંગ, મીઠું તમારા સ્વાદ અનુસાર અને લાલ મરચું પાઉડર મિક્ષ કરો.

સ્વીટ કોર્ન પકોડા રેસીપી

હવે બધી સામગ્રી સારી રીતે મિક્ષ કરીને તેમાં જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરો, અને પાણી નાખી પકોડાનું બેટર તૈયાર કરો.

સ્વીટ કોર્ન પકોડા રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે બધા પકોડા તૈયાર કરી લો.

સર્વિંગ

હવે વરસાદી માહોલમાં તૈયાર ગરમાગરમ સ્વાદિષ્ટ સ્વીટ કોર્ન પકોડાને ટોમેટો કેચઅપ અને થવા ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

Weight Loss Soup : ફટાફટ વજન ઘટાડવું છે? આ સૂપ થશે મદદરૂપ, જાણો સરળ સૂપ રેસીપી