શિયાળામાં લીલા વટાણા ભરપૂર આવે છે. લાંબા સમય સુધી લીલા વટાણા સ્ટોર કરવાની રીત જણાવી છે.
સૌથી પહેલા લીલા વટાણા છાલ ઉતારીને દાણા કાઢી લો.
એક પેનમાં પાણી ગરમ કરો, પાણીમાં 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, 1 ચમચી બેકિંગ સોડા નાંખી પાણીને ઉકાળો. તેમા વટાણા નાંખી લગભગ 2 મિનિટ સુધી રહેવા દો.
ગરમ પાણી માંથી લીલા વટાણા કાઢી તેને સીધા બફરના ઠંડા પાણીમાં નાંખો અને 2 મિનિટ માટે રહેવા દો.
હવે પાણી માંથી લીલા વટાણા કાંઢી તેને સારી રીતે સુકવી લો.
વટાણા સુકાઇ જાય એટલે તેને એરટાઇટ બેગમાં પેક કરી ફ્રિજમાં રાખી દો.
આ રીતે લીલા વટાણા સ્ટોર કરવાથી લાંબા સમય સુધી બગડતા નથી. હવે જ્યારે જરૂર હોય ત્યારે સબ્જી કે પુલાવમાં વટાણાનો ઉપયોગ કરો.