Jun 11, 2024
કેરી અને કેરીનો રસ સ્વાદિષ્ટ હોય છે. મોટાભાગના લોકો કેરી ક્યારે ખાવા મળશે તેની આખા વર્ષ રાહ જોતા હોય છે, કારણ કે કેરી ઉનાળામાં આવતું ફળ છે.
જો કે તમે કેરીના રસની બારેમાસ મજા માણી શકો છો અને તે પણ ઘરે બેઠાં. ચાલો જાણીયે મેંગો જ્યુસ સ્ટોર કરવાની સરળ રીત
સૌથી પહેલા બજારમાંથી સારી પાક્કી કેરી ખરીદી ઘરે લઇ આવો. કેરીને પાણીમાં પલાળી રાખો અને સાફ કરી લો.
હવે કેરીની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો અને તેનો પલ્પ કાઢી લો.
હવે આ પલ્પને મિક્સર જારમાં નાંખી તેનો જ્યૂસ બનાવી લો. એક વાતનું ધ્યાન રાખો કેરીના પલ્પમાં પાણી કે દૂધ ઉમેરવું નહીં.
જો તમે ઇચ્છો તો કેરીનો પલ્પ બનાવતી વખતે ખાંડ ઉમેરી શકો છો. અથવા તો જ્યારે મેંગો જ્યૂસ બનાવો ત્યારે પણ પલ્પમાં ખાંડ ઉમેરી શકાય છે.
આ મેંગો પલ્પને એર ટાઇટ કાચની બોટલ કે પ્લાસ્ટિક ડબ્બામાં ભરીને ફ્રીજના ફ્રિઝરમાં મૂકી દો. સારી રીતે સ્ટોર કરવાથી લાંબા સમય સુધી કેરીનો પલ્પ સારો રહેશે.
મેંગો પલ્પને એક જ મોટા પ્લાસ્ટિક ડબ્બામાં સ્ટોર કરવાના બદલે નાના નાના 2 - 4 ડબ્બામાં સ્ટોર કરો. કારણ કે મેંગો પલ્પને એક વખત ફ્રીજમાંથી બહાર કાઢ્યા બાદ તેનો ઉપયોગ કરી લેવો.