શિયાળાની સિઝનમાં દરેક વ્યક્તિ પોતાની સ્કિનને ભેજવાળી રાખવાનો પ્રયત્ન કરે છે, જેથી સ્કિનમાં કોઈ ખેંચાણ ન આવે. જે લોકો દરેક ઋતુમાં પોતાની સુંદરતા વધારવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે તેમને શિયાળાની આ ઋતુમાં વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે.
અહીં શિયાળાની આ ઋતુ અનુસાર તમારે તમારા મેકઅપમાં કેવા પ્રકારના ફેરફાર કરવા જોઈએ તે વિશે જણાવ્યું છે
શિયાળાની ઋતુમાં સ્કિન ડ્રાય થઇ જાય છે જેના કારણે ત્વચા સંકોચવા લાગે છે, આવી સ્થિતિમાં આ ઋતુમાં માત્ર લિક્વિડ ફાઉન્ડેશન પસંદ કરો અને પાવડર ફાઉન્ડેશનનો ઉપયોગ ટાળો.
લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવાથી તમારી સ્કિન સારી દેખાશે અને સ્કિન મોઈશ્ચરાઈઝ પણ રહેશે.
શિયાળાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે, તેથી આ ઋતુમાં તમારી આંખોમાં માત્ર હળવા મસ્કરા અને આઈલાઈનરનો ઉપયોગ કરો.
તેથી કરીને તે ભેજને કારણે ન ફેલાય અને તમારો લુક બગડે નહીં, જો શક્ય હોય તો વોટરપ્રૂફ મસ્કરા અને આઈલાઈનરનો ઉપયોગ કરો.
શિયાળાની ઋતુમાં હોઠ ખૂબ ફાટી જાય છે, તેથી હોઠને મુલાયમ રાખવા માટે હંમેશા તમારી સાથે સારી ગુણવત્તાનો લિપ બામ રાખો.