Hug Day: ગળે લાગવાના ફાયદા, પ્રેમ મજબૂત થશે

Feb 11, 2025, 04:53 PM

ગળે લાગવાના ફાયદા

વેલેન્ડાઇન ડેના બે દિવસ પહેલા હગ ડે એટલે કે આલિંગન દિવસ ઉજવાય છે. આ દિવસ પર બે વ્યક્તિ, પાર્ટનર અને કપલ એકબીજાને ગળે લગાડી પ્રેમનો અહેસાસ કરાવે છે. એકબીજાના ગળે લાગવાથી પ્રેમ સંબંધ મજબૂત થાય છે. ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ આલિંગન કરવું ફાયદાકારક છે. જાણો ગળે લગાડવાના ફાયદા

સંબંધ મજબૂત બનશે

ગળે લગાડવાથી પરસ્પર સંબંધ મજબૂત અને મધુર બને છે. સંબંધ બગડ્યા બાદ જો તે વ્યક્તિને ગળે લગાડો છો મનભેદ દૂર થાય છે.

બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહેશે

ગળે લગાડવાથી બ્લેડ પ્રેશર પણ કન્ટ્રોલમાં રહે છે. હકીકતમાં જ્યારે કોઇ વ્યક્તિને ગળે મળીયે છીએ ત્યારે શરીરનું ઓક્સિટોસિન લોહીમાં પહોંચે છે અને પછી તે હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે. જો તમને કે તમારા પાર્ટનરને હાઈ બ્લડ પ્રેશરની બીમારી હોય તો આલિંગન કરતા રહો.

તણાવ ડિપ્રેશન દૂર થશે

ગળે મળવાથી પ્રેમ અને સુરક્ષાનો અનુભવ થાય છે. હકીકતમાં આલિંગન કરતી વખતે લોહીમાં ઓક્સિટોસિન અને કોર્ટિસોલ નામના બે હોર્મોન્સનું સ્ત્રાવ થાય છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

માથાના દુ:ખાવામાં રાહત

ગળે લાગીને સુવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને સારી ઉંધ આવે છે. એકબીજાને ગળે લગાડી સુવાથી પાર્ટનર ચિંતા મુક્ત થઈ જાય છે. તેનાથી માથાના દુખાવામાં પણ રાહત મળે છે.

કપલ વચ્ચે બોન્ડિંગ વધશે

ગળ લગાડવાથી કપલ વચ્ચે બોન્ડિંગ મજબૂત થાય છે. સવારે એકવાર તમારા પાર્ટનરને ગળે લગાવીને સકારાત્મક ઉર્જા આપો. સંશોધનમાં મુજબ જે કપલ એકબીજાને વારંવાર ગળે લગાવે છે, તેમની વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત બને છે.