Hyderabadi Pulao Recipe: હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી, હોટેલ જેવો ટેસ્ટ

Dec 05, 2024, 03:32 PM

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી

હૈદરાબાદી ગ્રીન પુલાવ બાસમતી ચોખા માંથી બનતી પ્રખ્યાત વાનગી છે. બાસમતી ચોખાની આ વાનગીમાં પાલક, કેપ્સીકમ સહિત ઘણી પોષ્ટિક ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરે હૈદરાબાદી પુલાવ બનાવવાની રેસીપી અહીં આવવામાં આવી છે.

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી સામગ્રી

બાસમતી ચોખા, બાફેલા પાલકની પેસ્ટ, બાફેલા વટાકા, વટાણા, તમાલપત્ર, લવિંગ, એલચી, કેપ્સીકમ, આદુ,જીરું, લીલા મરચા કોથમીર આદુની પેસ્ટ, વધાર માટે ઘી તેલ કે બટર, મીઠું સ્વાદ અનુસાર, લીબુંનો રસ, કાજુના ટુકડા, પનીર

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી સામગ્રી

હૈદરાબાદ ગ્રીન પુલાવ માટે બાસમતી ચોખા સાથે વટાણા કુકરમાં બાફી લો. બાસમતી ભાત છુટા રહે તેનું ધ્યાન રાખો.

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી

હવે એક કઢાઇમાં તેલ કે ઘી ગરમ કરો, તેમા જીરું, તમાલપત્ર, લવિંગ અને એલચીનો વધારો લગાવો. ત્યારબાદ તેમા લીલા મરચા કોથમીર આદુની પેસ્ટ અને કેપ્સીકમ સાંતળી લો.

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી

બધો મસાલો બરાબર સાંતળી જાય ત્યારબાદ તેમા બાફેલા પાલકની પેસ્ટ નાંખો અને સહેજ પકવવો.

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી

હવે કઢાઈમાં બાફેલા બાસમતી ભાત નાંખો અને ધીમે ધીમે હલાવો. બાસમતી ચોખા ટુટે નહીં તેનું ધ્યાન રાખો.

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી

હૈદરાબાદી પુલાવના બાસમતી ભાત બરાબર ફ્રાય થઇ જાય એટલે તેમા લીબુંનો રસ નાંખી બરાબર હલાવો લો અને ગેસ બંધ કરી દો.

હૈદરાબાદી ગ્રીન પુલાવ રેસીપી

હવે એક બાઉલમાં કાજુ અને કોથમીરના પાંદડા વડે ગાર્નીશિંગ કરી હૈદારબાદી પુલાવ સર્વ કરો.