બફર જેવું દેખાતું આ ફળ ઉનાળામાં અમૃત સમાન, ખાવાના 6 ફાયદા

May 15, 2025, 03:33 PM

તાડફળી

તાડફળી ઉનાળામાં આવતું ફળ છે. ઉનાળાની ગરમીમાં તાડફળી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે.

તાડફળી પોષક તત્ત્વ

તાડફળીમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન મળી આવે છે. ખાસ કરીને ઉનાળામાં તાડફળી ખાવાથી શરીરને ઠંડક મળે છે અને હાઇડ્રેડ રહે છે.

ડિહાઈડ્રેશનમાં રાહત

તાડફળીમાં 95 ટકા સુધી પાણી હોય છે. તેથી તાડફળી ખાવાથી ડિહાઈડ્રેશનની સમસ્યામા રાહત મળે છે. હીટસ્ટ્રોકથી બચવા ઉનાળામાં તાડફળી ખાવી જોઇએ.

પાચન શક્તિ મજબૂત થશે

તાડફળી કબજિયાત, ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર કરી પાચન શક્તિ મજબૂત બનાવે છે. તાડફળીની તાસીર ઠંડી હોવાથી પેટની બળતરા ઘટાડી શકે છે.

સ્કીન માટે ફાયદાકારક

તાડફળી પેટ સાથે સ્કીન માટે પણ ફાયદાકારક છે. એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણથી ભરપૂર તાડફળી શરીરમાં કુદરતી રીતે ત્વચાના કોષોમાં મેલાનિનનું પ્રમાણ વધારે છે. તેનાથી સ્કીન પરની કરચલીઓ, ફાઇન લાઇન્સ દૂર થાય છે.

એનર્જી બૂસ્ટર

તાડફળીમાં વિટામીન સી હોય છે, જે શરીરમાં એનર્જી વધે છે. ઉનાળાની ગરમમાં ગર્ભવતી મહિલાઓને નબળાઈ અને થાક દૂર કરવા માટે આ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. બીમારી સામે શરીરને રક્ષણ આપે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

તાડફળી વેટ લોસ કરવામાં મદદરૂપ છે. લો કેલેરી ધરાવતું આ ફળ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તમે વધુ ખાવાથી બચો છો અને શરીરનું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસ દર્દી માટે ફાયદાકારક

તાડફળીનું સેવન ડાયાબિટીસ દર્દી માટે પણ ફાયદાકારક છે. તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નીચો હોય છે, જે બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રાખે છે.