Summer Special : આઇસક્રીમ ખાતા પહેલા ચેતજો! કરવામાં આવે છે ભેળસેળ, આ રીતે ચકાસો

May 13, 2024, 04:18 PM

આઇસ્ક્રીમ ખાવવાનું ઉનાળામાં નાના બાળકથી લઇ મોટી ઉંમરના વ્યક્તિઓને પણ ગમે છે. પરંતુ આઇક્રીમ ખાતા પહેલા તમારે સાવધાન થઇ જવાની જરૂર છે કારણ કે, તેમાં આઇસક્રીમમાં ભેળસેળ કરવામાં આવે છે.

હકીકતમાં, આઇસક્રીમમાં પેટોમાઈન (Ptomaine) અને ટાયરોટોક્સિકોન (Tyrotoxicon) જેવા કેમિકલની ભેળસેળ હોઇ શકે છે.

જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આ ઉપરાંત તેમાં ઘણી ભેળસેળ થયેલી હોઇ શકે છે.

આઇસક્રીમ ઘટ્ટ અને મલાઇદાર બનાવવા માટે વનસ્પતિ તેલ કે ડાલ્દા જેવી બિનઆરોગ્યપ્રદ હાઇડ્રોજનયુક્ત થી ભરેલા ફેટની ભેળસેળ થાય છે.

આઇસ્ક્રીમને જાડો અને ફીણવાળો બનાવવા માટે ડિટર્જન્ટ અથવા વોશિંગ પાઉડર પણ મિક્સ કરવામાં આવે છે.

આઇસ્ક્રીમને ઘટ્ટ જાડો અને મીઠો કરવા માટે કોર્ન સિરપ, ફ્રુક્ટોઝ કોર્ન સિરપ અને ગ્લુકોઝ સિરપનો ઉપયોગ કરવામાં આવે છે.

લીંબુ વડે આઇસ્ક્રીમમાં ભેળસેળ ચકાસો

તમે ફક્ત એક ચમચી આઇસક્રીમ લો અને તેના પર થોડાક લીંબુના રસ નાંખો. આઈસ્ક્રીમમાં ફીણ અને પરપોટા બનવા લાગે તો સમજી લેવું કે ડિટર્જન્ટ જેવી કોઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવેલી છે. આ ચીજો હેલ્થ માટે નુકસાનકારક હોય છે.