Sep 11, 2025
ઈડલી બેટર, પિઝા સોસ, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, ઓરેગાનો અને મરચાંના ટુકડા, બટર અને ટોમેટો સોસ અને તમને ગમતા શાકભાજી
ઈડલી પીઝા બનાવવા માટે સૌ પ્રથમ ઇડલીનું બેટર બનાવી રાત્રે પલાળીને રાખી દો તેને 8-10 કલાક માટે રેસ્ટ આપો.
હવે બેટરમાં મીઠું અને ખાવાનો સોડા નાખીને મિક્ષ કરો, હવે આ બેટરને સ્ટીમરમાં સ્ટીમ કરી લો.ગરમ પેન કરીને એની ઉપર ગોળ ઠોંસાની જેમ પાથરો સહેજ બેટરને પાતળું રાખો.
હવે તેને થોડી વાર માટે કુક થવા દો, 2-3 મીન કુક કર્યા બાદ એના પર પિઝા સોસ પાથરો.
ત્યારબાદ ચીઝ કેપ્સિકમ, સમારેલ ડુંગળી અને ટામેટા ઉમેરો અને થોડી વાર માટે ફરી કુક કરો.
હવે પિઝા થઇ જાય એટલે ગેસ બંધ કરી કાઢીને એના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને ગરમ સર્વ કરો.