યુદ્ધ જેવી કટોકટીમાં આ 8 ચીજ ઘરમાં ભરી રાખો, 3 થી 6 મહિના સુધી બગડશે નહીં

May 10, 2025, 05:50 PM

ભારત પાકિસ્તાન તણાવ

ભારત પાકિસ્તાન તણાવ વધી રહ્યો છે. સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિમાં જાન માલને સૌથી વધુ નુકસાન થાય છે. યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં લોકો પાસે જીવન જરૂરિયાતની ચીજો હોવી આવશ્યક છે.

ભારત પાકિસ્તાન સંઘર્ષ

યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મોટાભાગે વાહન વ્યવહાર અને બજારો બંધ રહે છે. આથી કટોકટીમાં આ 10 ખાદ્યચીજો ઘરમાં રાખવી જોઇએ.

ચોખા અને ઘઉં

ચોખા અને ઘઉં અનાજ દરરોજ ખાવામાં આવે છે. દિવેલ લગાવી સંગ્રહ કરવાથી અનાજ 1 થી 2 વર્ષ સુધી સાચવી શકાય છે. ઉપરાંત કડવા લીમડાના પાન અનાજના ડબ્બામાં રાખવાથી જીવાત થતી નથી.

દૂધનો પાઉડર

યુદ્ધ જેવી સ્થિતિમાં બજારમાં દૂધ મળવાનું બંધ થઇ જાય છે. આથી દૂધનો પાઉડર ઘરમાં સ્ટોર કરવો જોઇએ. સારી કંપનીનો દૂધનો પાઉડર 6 થી 12 મહિના સુધી વાપરી શકાય છે.

ખજૂર

ખજૂર સુપરફૂડ કહેવાય છે. ખજૂર ખાવાથી શરીરને તરત જ એનર્જી મળે છે અને આર્યનની ઉણપ થતી નથી.

મધ

અસલી મધ લાંબા સમય સુધી બગડતું નથી, કારણ કે તેમા પાણી નથી હોતું. મઘનું સેવન વિવિધ ચીજો સાથે કરી શકાય છે.

ખાંડ, ગોળ અને મીઠું

ખાંડ અને ગોળ શેરડીના રસ માંથી બને છે. ખાંડ અને ગોળનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તો લાંબા સમય સુધી સારા રહે છે. મીઠું પણ બગડતું નથી. આ ત્રણેય ચીજોને ભેજ ન લાગે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

ચા પત્તી અને કોફી

મોટાભાગના ભારતીયોને સવાર ચા પીવાની આદત હોય છે. ચા પત્તી અને કોફી સારી રીતે સંગ્રહ કરવાથી લાંબા સમય સુધી બગડતી નથી. ચા અને કોફી ઠંડી અને સુકી જગ્યા પર સંગ્રહ કરવાથી સેલ્ફ લાઇફ વધી જાય છે.

કઠોળ

કઠોળ લીલા શાકભાજીની અવજીમાં વાપરાય છે. મસૂર લાંબા સમય સુધી સ્ટોક કરી શકાય છે. અમુક કઠોળ ઝડપથી સડી જાય છે. તડકામાં બરાબર સુકવી હવાચુસ્ત ડબ્બામાં સ્ટોર કરેલા કઠોળ લાંબા સમય સુધી ચાલે છે. જીવાત ન લાગે તેની માટે કઠોળમાં આખા મીઠાના ટુકડા અને કડવા લીમડાના સુકા પાનની પોટલી મૂકવી જોઇએ.

સુકા મેવા

સુકા મેવા પણ 3 થી 4 મહિના સુધી બગડતા નથી. સુકા મેવાને તડકામાં સહેજ સુકવી હવા ચુસ્ત ડબ્બામાં સુકી જગ્યા પર સ્ટોર કરી દો. જીવાતથી બચાવવા માટે સુકા મેવામાં મીઠાના ટુકડા મૂકી શકાય છે.