2 કપ પૌઆ, 3 કપ પાણી પૌઆ ધોવા માટે, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, 1/2 ચમચી હળદર, 1/4 કપ દૂધ, 2 ચમચી તેલ, 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જીરા, 9-10 મીઠો લીમડો, 1 લાલ મરચું પાઉડર,
3 ધાણા, 2 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1/3 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર પાઉડર, 1 ચમચી બ્લેક સોલ્ટ, 1 મોટી ઈલાઈચી, 4-5 લવિંગ, 6-7 મરી, 2 તમાલપત્ર,, 2 આખા લાલ મરચા, 1 જાવંત્રી
કોથમીર, ડુંગળી, દાડમ, સેવ, ઇન્દોરી સ્પેશિયલ મસાલો
સૌ પ્રથમ પૌઆને પાણીથી સારી રીતે ધોઈ લો, ત્યારબાદ એક મોટા બાઉલમાં કાઢીને એમાં દૂધ નાખી થોડા સોફ્ટ થવા દો.હવે એમાં બધા મસાલા જેમ કે, હળદર પાઉડર, ખાંડ, મીઠું બધું સ્વાદ અનુસાર નાખો.
હવે વઘાર માટે તેલ ગરમ કરો, રાઈ, વરિયાળી, જીરું, મીઠો લીમડો, લીલા મરચા નાખીને આ વઘાર પૌઆમાં નાખો અને બરોબર મિક્ષ કરો.
હવે એક મોટી તપેલીમાં પાણી ગરમ કરીને ઉકાળો અને એક અન્ય પાત્રમાં પૌઆ લઈને તેને સારી રીતે સ્ટીમ કરો.
એક પેનમાં ધાણા, લવિંગ, મરી, તમાલપત્ર, વરિયાળી, હળદર પાઉડર, હિંગ, સૂકા લાલ મરચા, જાવંત્રી નાખીને બધું શેકી લો, ત્યારબાદ બધા મસાલા ગ્રાઈન્ડ કરીને સ્પેશીયલ મસાલો તૈયાર કરો.
હવે આ મસાલો તૈયાર પૌઆમાં નાખો, પૌઆને ડુંગળી, કોથમીર, દાડમ અને સેવથી ગાર્નિશ કરીને સર્વ કરો.