Instant Dosa Recipe : સવારના નાસ્તામાં બનાવો ઇન્સ્ટન્ટ ઢોસા, ફટાફટ બની જશે, જાણો ખાસ રેસીપી

Aug 29, 2024, 04:32 PM

નાસ્તામાં ડોસા કોને ન ભાવે! પરંતુ ઢોસા બનાવવા માટે ખીરું આખી રાત માટે પલાળેલીને રાખવું પડે છે પણ જો તમે ઢોસાનું ખીરું પલાળવાનું ભૂલી ગયા તો કોઈ વાંધો નથી, અહીં ખાસ ઇન્ટન્ટ ઢોસા રેસીપી શેર કરી છે.

સામગ્રી

1 કપ સોજી, 1 કપ દહીં, 1 ચમચી પલાળેલા પૌઆ, મીઠું સ્વાદ પ્રમાણે, ¼ ટીસ્પૂન ખાંડ, ઈનો

ઇન્સ્ટન્ટ ઢોસા રેસીપી

એક મિક્ષર ગ્રાઈન્ડરમાં દહીં, સોજી, પલાળેલા પૌઆ અને પાણી નાખીને ગ્રાઈન્ડ કરી બેટર રેડી કરી લો.

ઇન્સ્ટન્ટ ઢોસા રેસીપી

બેટરને એક બાઉલમાં લઈને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને ¼ ટીસ્પૂન ખાંડ અને મિક્સ કરો.બેટરમાં ઇનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ઇન્સ્ટન્ટ ઢોસા રેસીપી

હવે એક પેન ગરમ કરો, એમાં બેટર રેડો અને શરૂઆતમાં થોડી સેકન્ડ માટે ઉંચી આંચ પર રાંધો ત્યારબાદ સ્લો ફ્લેમ પર કુક કરો અને બન્ને સાઈડથી કુક થઇ જાય એટલે ઇન્સ્ટન્ટ ડોસા નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

Maggi Pakoda Recipe : વરસાદી મોસમમાં સાંજના નાસ્તામાં મેગી પકોડા, જાણો રેસીપી