ઉનાળામાં બનાવો ઈન્સ્ટન્ટ કેરીના ચીલ્લા, બાળકો ખાતા જ રહી જશે

May 12, 2025, 12:30 PM

કેરીના ચીલ્લા

કેરીની સિઝન ચાલતી હોય ત્યારે લોકો કેરીની અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે

કેરીના ચીલ્લા

લોકોમાં કેરીનો રસ સિઝનનો સુપર ફેવરીટ છે. પરંતુ શું કેરીના રસના ચીલ્લા તમે ખાધા છે?

કેરીના ચીલ્લા

કેરીના રસ ચીલ્લા બનાવવા એકદમ સરળ છે અને એકદમ ઓછી વસ્તુમાંથી બની જતા હોય છે. તો નોંધીલો રેસીપી

સામગ્રી

પાકી કેરીનો પલ્પ, બેશન, હળદર, મીઠું, હીંગ, ખાવાના સોડા, તેલ, પાણી, મરચું પાઉડર (જો સહેજ તીખા બનાવવા હોય તો)

બેટર તૈયાર કરીશું

કેરીના રસના ચીલ્લા બનાવવા માટે બેટર તૈયાર કરીશું. આ બેટર માટે એક તપેલીમાં પાકી કેરીનો પલ્પ લો તેમાજ બેશન ઉમેરો.

બેટર તૈયાર કરીશું

ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હીંગ, હળદર નાંખીને સારી રીતે મીક્સ કરો. ધીમે ધીમે પાણી ઉમેરી બહુ પતલું નહીં અને બહુ ઘટ નહીં એવું બેટર તૈયાર કરીશું.

કેરીના ચીલ્લા બનાવવાની રીત

બેટરને 10 મીનિટ રેસ્ટ થઈ જાય ત્યારે ચપટી ખાવાના સોડા અને એક ચમચી તેલ ઉમેરી મીક્સ કરવું.

કેરીના ચીલ્લા બનાવવાની રીત

એક પેનને મીડિયમ હાઇ ફ્લેમ પર ગરમ થયા બાદ તેમાં ચમચા વડે બેટર રેડીને સહેજ જાડા ચીલ્લા બનાવો.

કેરીના ચીલ્લા બનાવવાની રીત

ઉપરથી ચમચીથી તેલ નાંખીને સેકાવા દો. નીચે સેકાઈ જાય ત્યારે પલટીને બીજી બાજુ શેકાવા દો. આમ તૈયાર થઈ જશે કેરીના રસના ચીલ્લા.