કોઈ પણ મગજમારી વગર બ્રેડમાંથી બનાવો ઇન્સ્ટન્ટ કુલ્ફી

Apr 18, 2025, 03:59 PM

ઉનાળાની ઋતુ છે અને આપણે કુલ્ફી વિશે કેવી રીતે વાત ન કરી શકીએ. પરંતુ આ વખતે તમારે બજારમાંથી મોંઘી કુલ્ફી ખરીદવાની જરૂર નથી કારણ કે હવે તમે ઘરે બ્રેડ અને દૂધમાંથી બનાવેલી સ્વાદિષ્ટ અને ક્રીમી ઇન્સ્ટન્ટ કુલ્ફી બનાવી શકો છો

ઇન્સ્ટન્ટ કુલ્ફી કોઈપણ મુશ્કેલી વિના તમે ઘરે સરળ રેસીપી અનુસરીને બનાવી શકો છો, અહીં જાણો ઇન્સ્ટન્ટ કુલ્ફી રેસીપી

ઇન્સ્ટન્ટ કુલ્ફી રેસીપી સામગ્રી

1/2 લિટર દૂધ, 4 બ્રેડના ટુકડા, 4 ચમચી (સ્વાદ મુજબ) ખાંડ, 1/4 ચમચી ઈલાયચી પાઉડર, સમારેલા ડ્રાયફ્રૂટ્સ, 5-6 કેસરના તાંતણા, 2 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક

ઇન્સ્ટન્ટ કુલ્ફી રેસીપી

એક પેનમાં દૂધ ઉકાળો અને ધીમા તાપે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો.

ઇન્સ્ટન્ટ કુલ્ફી રેસીપી

બ્રેડના ટુકડાને નાના ટુકડામાં કાપીને મિક્સરમાં પીસી લો.

ઇન્સ્ટન્ટ કુલ્ફી રેસીપી

હવે દૂધમાં બ્રેડ પાવડર, ખાંડ, એલચી પાવડર અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો.

ઇન્સ્ટન્ટ કુલ્ફી રેસીપી

મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે 7મિનિટ સુધી કુક કરો. ગેસ પરથી ઉતારી લો અને મિશ્રણને ઠંડુ થવા દો.

ઇન્સ્ટન્ટ કુલ્ફી રેસીપી

હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને કેસર ઉમેરો. તેને કુલ્ફી મોલ્ડમાં ભરો ફોઇલથી ઢાંકી દો. તેને ફ્રીઝરમાં 8 કલાક માટે ફ્રીઝમાં રાખો.પછી ઘરે બનાવેલી કુલ્ફીનો સર્વ કરો.

ઘરની પાંચ જ સામગ્રીમાંથી બનાવો સરળ ચીકુ આઈસ્ક્રીમ, નોંધી લો રેસીપી