ઘરે બનાવો અલગ પ્રકારના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા, એકદમ સરળ રેસીપી

Jun 16, 2025, 02:23 PM

ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા

ગુજરાતીઓ ઢોકળા અને ખમણ ખાવાના શોખીન હોય છે. દરેક ગુજરાતી ઘરમાં ખમણ કે ઢોકળા નાસ્તામાં બનતા હોય છે.

ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા

ત્યારે લોકો મોટાભાગે ટ્રેડિશનલ રીતથી ઢોકળા બનાવતા હોય છે ત્યારે અહીં એકદમ અલગ રીતથી લાઈવ ઢોકળા બનાવવી રેસીપી જણાવીશું.

ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા

આ લાઈવ ઢોકળા એકદમ ફટાફટ બની જાય છે અને બનાવવા પણ એકદમ સહેલા હોય છે. તો નોંધીલો સરળ રેસીપી.

સામગ્રી

એક કપ બેશન, એક કપ ઝીણીં સોજી, છાસ, ઈનો, લીંબુ, લીલા ધાણા, હળદર, ચીલી ફ્લેક્સ, મીઠું, આદુ, જીરું,

ખીરું તૈયાર કરવું

એક તપેલીમાં એક કપ બેશન અને એક કપ ઝીણી તેમાં એક કપ ખાટી છાસ લેવાની મીક્સ કર્યા બાદ થોડું પાણી નાંખીને ઘટ કરતાં થોડું પતલું ખરું તૈયાર કરવાનું.

ખીરું તૈયાર કરવું

આ બેટરમાં એક ટૂંકડો આદુ છીણીને નાંખવું ત્યારબાદ સ્વાદ કરતા ઓછું મીઠું નાંખવું અને અડધી ચમચી હળદર નાંખીને સારી રીતે મીક્સ કરીને બાજુ પર રાખવું.

તડકો તૈયાર કરવો

હવે એક વઘારીયામાં બે ત્રણ ચમચી બટર લઈને તેમાં ઝીંણા કાપેલા ધાણા, બે ચમચી ચીલી ફ્લેક્સ અને જીરુંનો તડકો તૈયાર કરીને ખીરામાં નાંખવું અને સારી રીતે મીક્સ કરવું.

ઢોકળાની થાળી મુકવી

ઢોકળાના ખીરામાં એક ઈનોનું પેકેટ નાંખી ઉપરથી લીંબુ નીચીને એક થાળીમાં બેટર રેડીને બાફવા મુકવાના. પાંચ મીનીટ સુધી બફાવા દેવા.

ઢોકળા તૈયાર

ઢોકળા બફાઈ જાય ત્યારે થાળીમાં ઉપરથી બે ચમચી બટર નાંખવું અને કાપેલા લીલા ધાણા નાંખીને કટ કરવા. આમ તૈયાર છે તમારા ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા.