Sep 03, 2024
1 કપ શેકેલા ચણા, 10-15 કાજુ, 8-10 બદામ, 1 કપ શેકેલા પૌઆ, 100 ગ્રામ ખાંડ, 2 લીલી ઈલાઈચી, 1 કપ ગરમ દૂધ
સૌ પ્રથમ 1 બાઉલ શેકેલા ચણા લો, એક નાના બાઉલ ભરી કાજુ અને બદામ લો.
તેમાં ચોખાના શેકેલા પૌઆ નાખો, અને 100 ગ્રામ જેટલી ખાંડ મિક્ષ કરો અને ઈલાયચી નાખો.
ત્યારબાદ બધું મિક્ષર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો. હવે એક મોટા બાઉલમાં કાઢીને એમાં 1 કપ ગરમ દૂધ મિક્ષ કરો અને સરખી કણક તૈયાર કરો.
હવે આ લોટને એક મોટી ડીશમાં વ્યવસ્થિત પાથરો, અને તેના તમારી ચોઈસ મુજબ ચોરસ કટ કરી લો. અને ઉપરથી ડ્રાયફ્રટસની કતરણ એડ કરો અને સર્વ કરો.