ઉનાળાની ઋતુમાં કંઈક ગળ્યું ખાવાનું મન થાય છે તો તમે મોહનથાળ બનાવી શકો છો.
તમને થતું હશે કે ઉનાળાની ગરમીમાં મોહનથાળ બનાવવાની ચૂંથ કોણ કરે?
અહીં તમને એકદમ ઓછા સમયમાં જ બની જાય એવો ચાસણી વગર ઈન્સ્ટન્ટ દાણાદાર મોહનથાળ બનાવવાની રીત જણાવીશું
બે કપ બેશન, 3/4 કપ ઘી, મલાઈ, દૂધ, ખાંડ પાઉડર, બદામ, પીસ્તા,ચારોળી
સૌથી પહેલા એક પેનમાં 3/4 કપ ઘી લઈશું, ધીમી ગેસ ફ્લેમ પર ઘી ગરમ થયા બાદ તેમાં બે કપ બેશન ઉમેરીશું.
ધીમી ગેસ ફ્લેમ પર આ મીશ્રણને સેકીશું. સતત હલાવતા રહેવાનું છે જેથી બેશનનું મીશ્રણ પતળુ થવા લાગશે.
આ સ્ટેજ પર નાની વાટકી મલાઈ ઉમેરીશું. અને મીશ્રણને સતત હલાવતા રહીશું. હવે ધીમે ધીમે એક વાટકી દૂધ નાંખતા રહીશું.
ધ્યાન રાખવું કે મીશ્રણને સતત હલાવતા રહેવાનું છે. ધીમે ધીમે મીશ્રણ ઘટ અને દાણાદાર બનશે.
મીશ્રણ હલકું ગરમ હોય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડનો પાઉડર નાંખો. અને બરોબર મીશ્ર કરો.
હવે એક થાળીમાં ઘી ચોપડીને તેમાં મીશ્રણ નાંખી થોડી વાર ઠરવા દો. ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિસ કરો
આમ તૈયાર થઈ જશે તમારો દાણાદાર મોહનથાળ, સરખી સાઈઝમાં કાપી, પ્લેનમાં કાઢી સર્વ કરો.