સામાન્ય રીતે મોટભાગના ઘરોમાં અલગ અલગ આચાર મળતા હોય છે. આચાર એ ભોજનના સ્વાદમાં વધારો કરે છે.
ક્યારેક એવું બને કે શાકમાં મજા ન આવે તો અથાણું કે આચાર સ્વાદની પુરતી કરે છે.
જો તમને ભોજનમાં શાકમાં મજા આવતી નથી અને કંઈ ચટપટું ખાવાનું મન થાય છે?
તો તમે ઝડપટ બનતું ડુંગળીનું ઈન્સ્ટન્ટ આચાર બનાવી શકો છો.
નાના કદના કાંદા, હળદર, લાલ મરચું પાઉડર, વરિયાળી, આમચુર પાઉડર, ચાટ મસાલા, મીઠું, લીલા મરચા, હિંગ, રાઈ, કલોંજી, લિંબુ અથવા વિનેગર, લિલા ધાણા
સૌથી પહેલા નાના કદની ડુંગળી લો તેના મોટા મોટા ટુકડા કરી દો. ત્યારબાદ આ ટુકડાના દરેક પડ અલગ કરી દો.
આમ કરવાથી ડુંગળના દરેક પડને સારી રીતે મસાલો લાગી જાય. ત્યારબાદ એક બાઉલમાં સમારેલા કાંદા લો.
તેમાં હળદર, લાલ મરચું પાઉડર, વળિયાળી, આમચુર પાઉડર, ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, અને ઊભા કાપેલા લીલા મરચાં નાખો.
હવે તેમાં તડકો મારવા માટે એક વઘારિયામાં તેલ ગરમી કરીને તેમાં હિંગ, રાઈ અને કલોંજી નાંખી તડકો તૈયાર કરો અને ડુંગળીમાં નાંખો.
હવે ઉપરથી લિંબુનો રસ જો ના હોય તો વિનેગર નાખી, કાપેલા લીલા ધાણા ઉમેરી હાથવડે સારી રીતે મીક્સ કરી દો.
આમ તમારું ડુંગળીનું ઈન્સ્ટન્ટ આચાર તૈયાર થઈ જશે. જેને એર ટાઈટ ડબ્બામાં એક સપ્તાહ સુધી સ્ટોર કરી શકાશે.