તડકામાં સુકવ્યા વગર ઇન્સ્ટન્ટ પાપડ બનાવવાની સરળ રેસીપી

Apr 21, 2025, 03:33 PM

ઉનાળો શરૂ થાય એટલે અસહ્ય ગરમી પડે છે, આ સીઝનમાં ગુજરાતીમાં ગૃહિણીઓ મસાલા ભરાવાથી લઈને પાપડ, અથાણાં વગેરે પણ ઘરે બનાવે છે. પાપડ તમામ પ્રકારની વાનગીઓ સાથે ખાવામાં આવે છે.

પાપડ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ બનાવવા માટે તમારે વસ્તુઓ તૈયાર કરવી પડશે અને પછી પાપડ બનાવ્યા પછી તમારે તેને ઘણા દિવસો સુધી તડકામાં સૂકવવા પડે છે જેથી તે સારી રીતે સુકાઈ જાય.

પરંતુ અહીં તડકામાં સુકવ્યા વગર સરળ રીતથી ઘરે પાપડ બનાવાની ટિપ્સ આપી છે. તમે આ પાપડ એક જ દિવસમાં બનાવી શકો છો અને સ્ટોર કરી શકો છો. અહીં જાણો ઇન્સ્ટન્ટ પાપડ બનાવવાની રેસીપી.

ઇન્સ્ટન્ટ ચોખાના પાપડ રેસીપી સામગ્રી

2 કપ પાણી, 1 કપ ચોખાનો લોટ, એક ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, 1 ચમચી

ઇન્સ્ટન્ટ ચોખાના પાપડ રેસીપી

ચોખાના પાપડ બનાવવા ખૂબ જ સરળ છે. આ માટે પહેલા એક પેનમાં 2 કપ પાણી ઉકળવા મૂકો.

ઇન્સ્ટન્ટ ચોખાના પાપડ રેસીપી

આ પછી આ પાણીમાં સ્વાદ મુજબ મીઠું, 1 ચપટી હિંગ અને 1 ચમચી જીરું ઉમેરો અને પાણીને ઉકળવા દો. જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે ધીમે ધીમે તેમાં 1 કપ ચોખાનો લોટ ઉમેરો.

ઇન્સ્ટન્ટ ચોખાના પાપડ રેસીપી

હવે મિશ્રણને સતત હલાવતા રહો. ધ્યાનમાં રાખો કે ચોખાનો લોટ ઉમેરતી વખતે તેમાં ગઠ્ઠા ન બનવા જોઈએ. ધીમે ધીમે પાણીનું ઘટ્ટ મિશ્રણ તૈયાર થશે. હવે તેને ગેસ પરથી ઉતારી લો અને થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો.

ઇન્સ્ટન્ટ ચોખાના પાપડ રેસીપી

હવે આ પાપડની પેસ્ટના થોડા ભીના હાથે ગોળા બનાવો અને ચમચીની મદદથી પ્લાસ્ટિક પર ફેલાવો. જો તમે ઈચ્છો તો તમે પાપડ બનાવવાના મશીનનો ઉપયોગ કરીને પણ આ પાપડ તૈયાર કરી શકો છો.

અસહ્ય ગરમીમાં આપશે શીતળતા આ વસ્તુ, નોંધી લો ફટાફટ રેસીપી