Jun 03, 2025
તમે સોજીના કે પછી ચણાની દાળના ઢોકળા ખાધા હશે. આમ તો ઢોકળા બનાવવા માટે સવારથી જ તૈયારીઓ કરવી પડતી હોય છે.
જોકે, અહીં ઢોકળાનો સ્વાદ વધારવા માટે ટામેટાનો પણ ઉપયોગ કરી શકાય છે. ટામેટા ઢોકળા બનાવવા એકદમ સરળ છે અને કોઈ જંજટ પણ નથી.
ઈન્સ્ટન્ટ ટામેટા ઢોકળા 15થી 20 મિનિટમાં તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો જાણીએ એકદમ સરળ રેસીપી વિશે.
ત્રણ ટામેટા, બે-ત્રણ લીલા મરચા, મીઠું, આદુનો ટુકડો, સુકું લસણ, ગરમ મસાલો, 1/4 કપ સોજી, એક કપ પોહા, દહીં, ઈનો, મીઠા લિંમડાના પાન, હીંગ, રાઈ, તેલ
સૌથી પહેલા એક મીક્સર જારમાં છાલ ઉતારેલા ત્રણ ટામેટા, બે ત્રણ લીલા મરચા, સ્વાદ પ્રમાણે મીઠું, આદુનો ટુકડો, 5-7 લસણની કળિયો નાંખો.
ત્યારબાદ તેમાં એક ચમચી ગરમ મસાલો, 1/4 કપ સોજી, એક કપ પોહા ઉમેરીને એકદમ ફાઈન પેસ્ટ તૈયાર કરો.
હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને તેમાં એક ચમચી દહીં અને ઈનોની એક પડેકી નાંખીને સારી રીતે મીક્સ કરી દો.
ઢોકળાનું કૂકર કે મોટી તપેલીમાં પાણી ગરમ કરવા મુકો. અને તૈયાર કરેલા ઢોકળાના ખીરાને એક થાળીમાં ઓઈલિંગ કરીને નાંખો. અને આ થાળીને કૂકર કે તપેલીમાં બાફવા માટે મુકો.
સામાન્ય રીતે ઢોકળા બનાવવા માટે ખીરાને ફર્મેન્ટેશન થવા દેવા પડે છે જોકે, ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે દહીં અને ઈનો ઉમેરવાથી ખીરામાં આથો લાવવાની જરૂર રહેતી નથી.
15 મિનિટ સુધી બફાવા રાખો ત્યાર બાદ તૈયાર થઈ જશે તમારા ટામેટાના ઢોકળા. જેને તમે સીધા પણ ખાઈ શકો છો અને વઘાર કરીને પણ ખાઈ શકો છો.