અત્યારે વરસાદી માહોલ છે અને સાંજના સમયે કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ ઈન્સ્ટન્ટ યુનિક ભેળ ટ્રાય કરો
ઘરમાં નાસ્તામાં કંઈ ન હોય તો ઈન્સ્ટન્ટ બનતી આ યુનિક ભેળ બનાવી શકાય.
આ યુનિક ભેળમાં વધારે સામગ્રની જરૂર પડતી નથી. ઘરમાં જે પણ સુકો નાસ્તો પડ્યો હોય એનાથી બની શકે છે.
ઘરમાં પડેલું નમકીન, અહીં તમે પેકેટ્સ નમકીનનો ઉપયોગ કરી શકો છો, રોસ્ટેડ જીરા પાઉડર, લીંબુ, કાંદા, ટામેટા, લીલા મરચાં. લીલા ધાણા, કાશ્મીરી લાલ મરચું, કાચી કેરી.
તમારા ઘરમાં જે પણ નમકીન પડ્યું હોય તે થોડા થોડા પ્રમાણમાં એક બાઉલમાં લો. અહીં તમે પેકેટ્સ નમકીનનો ઉપયોગ કરી શકો છો.
અહીં પેકેટ્સ નમકીનનો ઉપયોગ કરીશું. જેમાં ચીપ્શ, સિંગ ભૂજીયા, કુરકુરે, ચનાચોરગરમ, રતલામી સેવ, આલુ સેવ એક બાઉલમાં લઈશું.
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા, જીણા સમારેલા કાંદા, અને ઝીણી સમારેલી કાચી કેરી નાંખો.
ત્યાર બાદ લીલી મરચાને ઝીણા સમારીને નાંખો, હવે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો અને તેમાં લીંબું નીચોવો.
હવે તેમાં રોસ્ટેડ જીરુ પાઉડર, ચાટ મસાલો, કાશ્મીરી લાલ મરચું નાંખીને સારી રીતે મીક્સ કરી દો.
આમ તૈયાર થઈ જશે તમારી ઈન્સ્ટન્ટ યુનિક ભેળ. એક ડિશમાં કાઢીને સર્વ કરો.