શિયાળામાં લીલા ચણા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે ખાવાની ઘણા મજા આવે છે. જેને પોપટા કે જીંજરા પણ કહેવાય છે.
લીલા ચણામાંથી તમે ચણાની દાળ, ચણાનું શાક વગેરે પણ બનાવી શકો છો.
જોકે આજે અમે લીલા ચણાની સુખડીની રેસીપી જણાવી રહ્યા છીએ. જેને જાદરીયું કહેવાય છે. આ હેલ્થી અને ટેસ્ટી હોય છે.
લીલા સેકેલા ચણા, ઘી, ખાંડ, દૂધ, કિસમિસ, બદામ, કાજુ.
સૌ પ્રથમ લીલા ચણાને સેકી નાખવાના છે. આ સેકેલા ચણાને મિક્સરમાં એકદમ લોટ જેવો ભુક્કો કરી નાખવાનો.
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ નાખો અને 10 થી 12 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર શેકી લો.
શેકાવાની સુગંધ આવે પછી તેમાં દૂધ એડ કરીને બરાબર મિક્સ કરી લો.
દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખીને મિક્સ કરીને ખાંડનું પાણી બળવા દો પછી તેમાં કિસમિસ અને બદામ નાખીને મિક્સ કરી લો.
આ રીતે લીલા ચણાની સુખડી કે જાદરીયું તૈયાર થઇ જશે. તેની એક પ્લેટમાં લઈને ઉપરથી ડ્રાયફ્રુટ નાખી શકો છો.