ભારતમાં બને છે 5 પ્રકારની જલેબી, તમે કઇ ખાધી છે?

Jun 03, 2025, 05:10 PM

જલેબી

જલેબી ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. જલેબી નાના બાળકથી લઇ મોટા લોકો પણ શોખથી થાય છે.

જલેબી ક્યાંથી આવી?

જલેબી એક અરબી શબ્દ છે. આ મીઠાઇનું અસલી નામ જલાબિયા છે. મધ્યપુગની પુસ્તક કિતાબ અલ તબીકમાં જલાબિયા નામની મીઠાઇનો ઉલ્લેખ છે. મોગલ શાસનકાળ દરમિયાન ભારતમાં આવી હતી અને લોકપ્રિય થઇ હતી.

જલેબીના પ્રકાર

ગુજરાતમાં દશેરા અને ઉત્તરાયણ જલેબી ખાવાનો રિવાજ છે. સામાન્ય રીતે તમે મેંદા કે અડદની દાળ માંથી બનેલી જલેબી ખાધી છે. જો કે ભારતમાં પનીર અને બટાકા માંથી જલેબી બને છે.

મેંદાની રસભરી જલેબી

ભારતમાં સામાન્ય રીતે આથેલા મેંદાના લોટ માંથી બનેલી સૌથી વધારે વેચાય અને ખાવાય છે. આથેલા લોટની જલેબી ગરમ ઘીમાં તળીને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં ઘણા લોકો સવારે કે સાંજે આવી જલેબી ખાય છે.

પનીરની જલેબી

મેંદાની જેમ પનીર માંથી પણ જલેબી બને છે. જેનો પનીર અને મેંદાના લોટના ખીરા માંથી જલેબી બને છે. આ જલેબીનો સ્વાદ અદભુત હોય છે.

ઇમરતી જલેબી

ઇમરતી જલેબી અડદની દાળ માંથી બને છે. અડદની દાળના ખીરું માંથી જલેબી બને છે. ઇમરતી બનાવવાની રીત અને ડિઝાઇન તેને ખાસ બનાવે છે.

માવા જલેબી

માવા જલેબી દૂધના માવા માંથી બને છે. દેખાવામાં કોફી રંગની માવા જલેબીનો સ્વાદ અદભુત હોય છે.

બટાકાની જલેબી

બાફેલા બટાકા અને દૂધ માંથી જલેબીનું ખીરું બનાવી ઘીમાં તળવામાં આવે છે. મેંદો નથી ખાતા તેવા લોકો માટે બટાકાની જલેબી સારો વિકલ્પ છે.