Ghuto Recipe: જામનગરનો પ્રખ્યાત ઘુટો બનાવવાની રેસીપી

Dec 10, 2024, 10:59 AM

જામનગરનો પ્રખ્યાત ઘુટો બનાવવાની રેસીપી

જામનગરનો ઘુટો રેસીપી પ્રખ્યાત છે. ઘુટામાં શિયાળામાં આવતી તમામ શાકભાજી, લીલી ભાજુ, કઠોળ, લીલું લસણનો ઉપયોગ થાય છે. લીલા શાકભાજીનો ભરપૂર હોવાથી ઘુટો પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. તમે ઘરે ઘુટો બનાવવાની રેસીપી ટ્રાય કરી શકો છો.

ઘુટો રેસીપીની સામગ્રી

મગદાળ, ચણાદાળ, બટાકા. ગાજર, ડુંગરી, લીલી ડુંગળી, મેથીની ભાજુ, પાલક, કોબીજ, દૂધી, ટમેટા, કેપ્સીકમ, રીંગણ, સુરતી પાપડીના દાણા, ગુવાર, ચોળી, લીલા ચણા, લીલી તુવેરના દાણા, લીલા વટાણાના દાણા, પાપડી, વાલોર, ફણસી, લીલી હળદર અને આદુ છીણેલું, કોથમીર, લીલા મરચાની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, પાણી

ઘુટો રેસીપી

હવે ગેસ પર મોટું તપેલું કે હાંડીમાં 2 થી 3 કપ પાણી નાંખી ઉકાળો. ગરમ પાણીમાં ઝીણી સમારેલી બધી શાકભાજી અને દાળ નાંખી બાફવા દો. વચ્ચે ચમચા વડે ધીમે ધીમે હલાવો.

ઘુટો બનાવવાની રેસીપી

જામનગરનો પ્રખ્યાત ઘુટો બનાવવા માટે સૌથી પહેલા બધી દાળને પાણીમાં 1 કલાક પલાળી રાખો. ઉપરાંત બધા શાકભાજી પાણી વડે ઘોઇ સાફ કરીને ઝીણા ઝીણા સુધારી લો.

ઘુટો બનાવવાની રેસીપી

શાકભાજી અને દાળ બરાબર બફાઇ જાય એટલે તેમા ઝીણા સમારેલા લીલું લસણ, લીલા મરચા આદું અને લસણની પેસ્ટ, લીલી હળદર છીણેલી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો અને ઉકાળો.

શિયાળામાં ઘુટો બનાવવાની રીત

બધા શાકભાજી અને દાળ બરાબર બફાઇ જાય એટલે તેમા લીબુંનો રસ અને ઝીણા સમારેલા કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

ઘુટો રેસીપી

ઘુટો સાથે બાજરીના રોટલા અને ભાખરી ખાવાની મજા પડશે.