Jamnagar Joto recipe |જામનગરનો પ્રખ્યાત તીખો તમતમતો જોટો ઘરે બનાવો

Sep 04, 2025, 02:20 PM

જામનગરનો જોટો

જામનગરનો પ્રખ્યાત જોટો ખાવાથી સુસવાટા બોલાઈ જાય છે. જોકે, સ્વાદમાં જોરદાર અને તીખો તમતમો હોય છે.

જામનગરનો જોટો

જો તમે પણ જામનગરનો જોટો બનાવવા માગતા હોવ તો અહીં સાદી અને સરળ રેસીપી આપી છે.

જામનગરનો જોટો

જેનાથી તમે ફટાફટ જામનગરી જોટો બનાવી શકો છો. તો ફટાફટ રેસીપી નોંધી લો

સામગ્રી

પાંઉ ભાજી ના પાંઉ, સુંકૂ લસણ, ખારી સિંગ, મીઠું, બુરુ ખાંડ, હળદર, મરચું, પાણી અને લીંબુ.

મસાલા સિંગ તૈયાર કરવી

સૌથી પહેલા ખારી સિંગને ફોતરા કાઢીને તૈયાર કરો, એક કઢાઈમાં એક ચમચી તેલ નાંખીને સિંગને સાંતળો

મસાલા સિંગ તૈયાર કરવી

સિંગ સાંતળાય જાય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલમરચું પાઉડર, અને ખાંડ તેમજ ખટાસ માટે આમચુર પાઉડર ઉમેરી સારી રીતે મીક્સ કરો.

લસણની ચટણી તૈયાર કરવી

લસણની ચટણીમાં મિક્સર જારમાં એક કપ સૂકું લસણ અને એક કપ ખારી સિંગ લઈને તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું, મીઠું અને થોડું પાણી ઉમેરી ગ્રાઈન્ટ કરીશું.

પાઉને કટ કરી મસાલા કરો

પાઉને વચ્ચેથી ચપ્પા વડે કાપીશું (પાઉને આખા કાપવાના નથી)અને વચ્ચે લસણની ચટણી લગાવીશું અને પછી મસાલા સીંગ ભરીશું. જોટો બંધ કરીને લીબુંના ટીંપા નાંખીને માલા લો