Jamnagari Ghughra Recipe : જામનગર ના પ્રખ્યાત તીખા ઘૂઘરા બનાવવાની રીત સરળ રીત, ચોમાસામાં ઘૂઘરા મજેદાર ઘૂઘરાની મજા માણો

Jul 03, 2024, 03:53 PM

ચોમાસામાં કંઈક નવું, ચટપટું અને ટેસ્ટી ખાવાની ખાવાની ખુબજ ઈચ્છા થાય છે, ત્યારે મોટેભાગે ભજીયા, દાળવડા બનાવામાં આવે છે, પરંતુ જામનગર ના પ્રખ્યાત તીખા ઘૂઘરાની આ સરળ રેસીપી જોશો તો તમે જરૂર બનાવશો, જે ખુબજ સ્વાદિષ્ટ બને છે.

ઘૂઘરાનો લોટ બાંધવા સામગ્રી

2 કપ મેંદાનો લોટ, 2 ચમચી ઘી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂરિયાત મુજબ

ઘૂઘરા સ્ટફિંગની સામગ્રી

4-5 બાફેલા બટાકા, 1/2 કપ બાફેલા વટાણા, 1-2 સમારેલ લીલા મરચા, છીણેલું 1 ચમચી આદું, 1 ચમચી લાલ મરચા પાઉડર, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 4-5 ચમચી કોથમીર

લાલ મરચાની ચટણી બનાવવાની સામગ્રી

સુકા લાલ મરચા 5-6, લસણની કળી 6-7, સ્વાદ મુજબ મીઠું

જામનગરી ઘૂઘરા રેસીપી

સૌ પ્રથમ મેંદાનો લોટ બાંધો,એકફોલા વાસણમાં તેમાં જરૂર મુજબ પાણી નાખી, મીઠું અને ઘી નાખો અને 2 કપ મેંદો (ઘઉનો લોટ) નાખી કણક તૈયાર કરો.

જામનગરી ઘૂઘરા રેસીપી

હવે ઘુઘરાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક વાસણમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા, લીલા મરચા, છીણેલું આદું, લાલ મરચા પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરો અને મિશ્રણને સારી રીતે મિક્ષ કરો.

જામનગરી ઘૂઘરા રેસીપી

હવે તૈયાર લોટની કણક માંથી નાની રોટલી બનાવો અને તેમાં તૈયાર મસાલાનું સ્ટફિંગ કરો. આમ બધા ઘૂઘરા તૈયાર કરો, ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. અને બધા ઘૂઘરા તળી લો.

જામનગરી ઘૂઘરા સર્વિંગ

હવે ગરમ ગરમ ઘૂઘરાનું પ્લેટિંગ કરો, બનાવેલ લાલ મરચાની ચટણી નાખો, મીઠી ચટણી નાખો, સમારેલ ડુંગળી અને જીણી સેવથી ગાર્નિશ કરી સર્વ કરો.

Dudhi na Muthiya Recipe : પૌષ્ટિક અને સ્વાદિષ્ટ દુધીના મુઠિયા ખાસ રેસીપી, સ્વાદ રહી જશે દાઢે