Jul 01, 2025

શું જાંબું ફેટી લીવર માટે ફાયદાકારક છે?

Shivani Chauhan

સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને જાંબુ ખાવાની સલાહ આપી હશે કારણ કે તે બ્લડ સુગરના સ્તરમાં વધારો કરતું નથી.

Source: freepik

હેલ્થ એક્સપર્ટ ડૉ. રિચા ચતુર્વેદી કહે છે કે, જાંબુ એક એવું ફળ પણ છે જે લીવર માટે પણ ફાયદાકારક છે.

Source: freepik

વિશ્વની વસ્તીના 25 થી 30 ટકા લોકો ફેટી લીવર ધરાવે છે. લાઇફસ્ટાઇલમાં બદલાવએ લીવર હેલ્થને મોટા પ્રમાણમાં અસર કરી છે.

Source: freepik

ફેટી લીવર (fatty liver) થી શરૂ થતી લીવરની બળતરા, જે પછી ડાઘ પડે છે, તે આખરે લીવર સિરોસિસ અને લીવર કેન્સર તરફ દોરી જાય છે. શાંત લીવર નુકસાનની આ ક્રમિક પ્રક્રિયા દસથી ત્રીસ વર્ષ લે છે.

Source: freepik

જાંબુ

એન્થોસાયનિન અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઑકિસડન્ટ હોય છે જે લીવરને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને તેને ઓક્સિડેટીવ તણાવ અથવા કોષોને નુકસાનથી બચાવે છે.

Source: freepik

જાંબુ

જાંબુ લીવરમાં બળતરા, લીવર એન્ઝાઇમનું સ્તર ઘટાડે છે અને ક્ષતિગ્રસ્ત લીવર કોષોને ફરીથી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

Source: freepik

જાંબુ

જાંબુનું નિયમિત સેવન લીવરમાં ચરબીનું સંચય ઘટાડી શકે છે, હાઈ કોલેસ્ટ્રોલ, પેટનું ફૂલવું ઘટાડવામાં પણ મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

Source: freepik

જાંબુ બ્લડ સુગર કંટ્રોલ કરે

જાંબુમાં સંયોજનો પણ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત કરવાનું નિયંત્રિત કરે છે, જેનાથી લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

Source: freepik

જાંબુ

કેટલાક અભ્યાસો સૂચવે છે કે જાંબુ શરીરને ઇન્સ્યુલિનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરી શકે છે.

Source: freepik

જાંબુનું સેવન કેવી રીતે કરવું?

જાંબુને સારી રીતે ધોઈને સાફ કરો અને તેને ખાઓ. તમે જાંબુના બીજને પીસીને પાણીમાં ભેળવી શકો છો. ડૉક્ટરની સલાહ મુજબ સવારે લગભગ 1 ચમચી લો.

Source: freepik

ઘૂંટણના દુખાવામાં મળશે રાહત, દરરોજ ખાઓ આ વસ્તુ

Source: freepik