Jul 09, 2025
વરસતા વરસાદ વચ્ચે ગરમા ગરમ ભજીયા સાથે ચટપટી અને મસાલેદાર ચટણી મળી જાય તો ભજીયાનો સ્વાદ બમણો નહીં પણ ત્રણ ગણો થઈ જાય છે.
સામાન્ય રીતે ચટણી લીલા મરચા, આદુ, લસણ, ફૂદીના, ખજૂર અને આંબલી માંથી બનતી હોય છે. તમે અલગ અલગ ચટણીઓ જમાવી પણ હશે.
પરંતુ શું તમે ક્યારેય જાંબુની ચટણીનો સ્વાદ ચાખ્યો છે? એકદમ ઓછી વસ્તુમાંથી બનતી આ ચટણી સ્વાદમાં અદ્ભુત લાગશે.
આ ચટણી ફક્ત ભજીયા સાથે જ નહીં પણ પરાઠા કે નાસ્તા સાથે પણ ખાઈ શકો છો. ફટાફટ નોંધીલો રેસીપી
જાંબુ- 3 કપ (ધોઈને બીજ કાઢેલા), મધ - 2 ચમચી, આદુ - 1 ઇંચનો ટુકડો, લીલા મરચાં - 1 (સ્વાદ મુજબ બારીક સમારેલા) કાળી મરી પાવડર - 1/4 ચમચી, મીઠું, લીલા ધાણા (ગાર્નિસ માટે)
સૌ પ્રથમ જાંબુને સારી રીતે ધોઈ લો. ધ્યાનમાં રાખો કે જાંબુ ખૂબ કાચું કે ખૂબ કઠણ ન હોવું જોઈએ. નરમ અને રસદાર જાંબુ શ્રેષ્ઠ છે.
હવે દરેક જાંબુને હળવા હાથે દબાવીને તેના બીજ કાઢી લો. આ પછી તેમાં મધ, આદુનો ટુકડો, સમારેલા મરચાં અને થોડું પાણી ઉમેરો.
હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો. હવે પીસેલી ચટણીમાં મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરો.
તમે સજાવટ માટે કોથમીરના પાન ઉમેરી શકો છો. તમે તેને ગરમા ગરમ પકોડા, પરાઠા કે કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો.
જાંબુ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે, તેથી આ ચટણી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
તેમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. તે પાચનમાં પણ મદદ કરે છે અને વરસાદની ઋતુમાં પેટની સમસ્યાઓથી બચાવે છે.