Jul 04, 2025

જાંબુ શોટ્સ ને પણ ટક્કર મારે એવું ડ્રિંક્સ, મહેમાનોને મજા પડી જશે

Ankit Patel

જાંબુ મોજીતો

ચોમાસું શરુ થતાં જ માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં જાંબુ મળવા લાગ્યા છે. ત્યારે અત્યારે જાંબુ શોટ્સનું ચલણ ટ્રેન્ડમાં છે.

Source: social-media

જાંબુ મોજીતો

જો તમે જાંબુ શોટ્સ બનાવીને કંટાળ્યા છો અને કંઈક નવું ટ્રાય કરવાનું વિચારો છો તો આ ડ્રિંક્સ તમારા માટે પરફેક્ટ છે.

Source: social-media

જાંબુ મોજીતો

જાંબુમાંથી બનતું આ ડ્રિંક્સ પીને મહેમાનો પણ તમારા વખાણ ચોક્કસ કરશે. તો ફટાફટ નોંધી લો રેસીપી.

Source: social-media

સામગ્રી

જાંબુ, ફુદીના, આદુનો ટુકડો, સાકર, સોડા, સંચળ, લીંબુંનો રસ, ચાટ મસાલો, મરી પાઉડર

Source: social-media

જાંબુનો પલ્પ કાઢવો

સૌથી પહેલા જાંબુને સારી રીતે ધોઈને ચપ્પા વડે તેમાંથી પલ્પ અને ઠળિયા અલગ કાઢીને રાખો.

Source: social-media

પેસ્ટ તૈયાર કરવી

જાંબુ મોજીતો બનાવવા માટે એક મીક્સર જારમાં તાજા ફૂદીનાના પાન લો, આદુનો ટુકડો નાખો,જાંબુ પલ્પ મિક્સરમાં નાંખો અને એકદમ ક્રસ કરી દો.

Source: social-media

મીક્સરને ગાળી દો

આ મીક્સરને ગરણીવડે એક વાસણમાં ગાળી લો, સંચળ, ચાટ મસાલો નાંખો, મરી પાઉડર જો નાંખવો હોય તો ઓપ્શનલ છે.

Source: social-media

લિંબુનો રસ ઉમેરો

ત્યાર બાદ અડધુ લીંબુનો રસ તેમજ 25 મીલી સોડા ઉમેરો, થોડા જાંબુના પલ્પના ટૂકડા પણ ઉમેરો.

Source: social-media

આઈસ ક્યૂબ ઉમેરો

આ મીક્સરને ચમચી વડે સારી રીતે મીક્સ કરો અને તેમાં આઈસ ક્યૂબ ઉમેરો. કાચ ગ્લાસમાં ડેકોરેટ કરીને આ મીશ્રણ નાંખો અને ફૂદીના પાનથી ગાર્નિસ કરો અને મજા માણો.

Source: social-media

Source: social-media