ચોમાસું આવે ત્યારે માર્કેટમાં જાંબુ મળવાના શરૂ થઈ જાય છે. અત્યારે લોકોમાં જાંબુ શોર્ટ વધારે ટ્રેન્ડમાં છે.
જોકે શું તમે પણ જાંબુ શોર્ટ પી પીને કંટાળી ગયા છો તો તમે જાંબુમાંથી બનતા પરાઠા ટ્રાય કરી શકો છો.
જાંબુ પરાઠા અલગ જ રેસીપી છે. જેને બનાવવી એકદમ સરળ છે. તો ફટાફટ નોંધી લો.
જાંબુ, ઘઉંનો લોટ, મીઠું, તેલ, બટાકા, લીલા મરચા, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, આમચુર પાઉડર, કાળા મરી પાઉડર, લીલા ધાણા.
સૌથી પહેલા જાંબુને ધોઈને ચપ્પા પડે જાંબુનો પપ્લ કાઢીને ઠળિયા અલગ કરીશું અને મીક્સર જારમાં લઈને એકદમ ફાઈન પ્યુરી તૈયાર કરીશું.
એક તાશમાં ઘઉંનો લોટ લઈને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ નાંખીને જાંબુની પ્યુરી ઉમેરીને ધીમે ધીમે પાણી ઉમેરીને સહેજ નરમ લોડ બાંધીશું.
ત્રણ બાફેલા બટાકાને છાલ કાઢીને ખમણી લઈશું અને બાઉલમાં લઈને સ્વાદ પ્રમાણે મીઠું લીલા મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો નાંખો.
ત્યાર બાદ તેમાં આમચુર પાઉડર, કાળા મરી પાઉડર, ઝીંણા સમારેલા લીલા ધાણા ઉમેરીને સારી રીતે મીક્સ કરી દો.
હવે લોટમાંથી મોટી સાઈઝનું ગુલ્લું લઈને હાથવડે ફેલાવીને સ્ટફિંગ નાંખીને ગોળ ગુલ્લું બનાવી પરાઠો વણી તવા પર તેલના ટુંવા દઈને શેકી દો.
પરાઠા બંને બાજુથી સારી રીતે શેકાઈ જાય ત્યારે ડીશમાં કાઢીને ચટણી કે ચા સાથે મજા લો.