ચોમાસું આવી ગયું છે અને ચોમાસાનું અમૃત ફળ એટલે કે જાબું પણ માર્કેટમાં મળવા લાગ્યા છે.
કહેવાય છે કે આખું ચોમાસું જાબું ખાશો તો આખું વરસ બીમાર નહીં પડાય. ત્યારે જામુન શોટ્સનો નવો ટ્રેન્ટ ચાલી રહ્યો છે.
જામુન શોટ્સ બાળકોથી લઈને મોટા લોકોમાં પણ પસંદ છે. જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
જામુન શોટ્સ રેગ્યુલર રીતે બનાવતા હોય છે જોકે તેમાં બે વસ્તુ ઉમેરવાથી તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય દાયી ગુણોમાં પણ વધારો થાય છે.
જામુન પલ્પ, સંચળ, તાજો ફૂદિનો, આદુનો ટુકડો, લીંબુ, આઈસ ક્યુબ, ખાંડ,
જામુન શોટ્સ બનાવવા માટે જાબુંને સારી રીતે ધોઈને તેનો પલ્પ અલગ કરી દઈશું.
આ પલ્પને મીક્સર જારમાં લઈને, તેમાં સ્વાદ પ્રમાણે મીંઠુ, ફૂદનાના 7-8 પાન, એક ચમચી આદુનો રસ, ચમચી ખાંડ,અડધું લીંબુ નીચેવો.
તેમાં આઈસ ક્યુબ નાંખીને સારી રીતે ગ્રાઇન્ડ કરી દો. એકદમ જ્યુસ તૈયાર થાય ત્યાં સુધી ક્રસ કરો. અને કાચના ગ્લાસમાં સર્વ કરો
જામુન શોટ્સનો સ્વાદ વધારવા માટે તાજો ફૂદીનો અને આદુનો રસ નાંખી શકાય. જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ ઓપ્શનલ છે.