શું છે 26 વર્ષીય અભિનેત્રી જાહન્વી કપૂરનું ફિટનેસ સિક્રેટ? જાણો અહીં
Mar 07, 2023
shivani chauhan
જ્યારે આપણે ફિટનેસ અને સ્વાસ્થ્ય વિશે વાત કરીએ છીએ, ત્યારે જાહ્નવી કપૂર યાદીમાં ટોચ પર છે કારણ કે અભિનેત્રી તેના ડાયટ અને વર્કઆઉટ રૂટિનમાં અત્યંત શિસ્તબદ્ધ છે.
મિલી એકટ્રેસનો ફિટનેસ મંત્ર તે પહેલા કરતા વધુ મજબૂત અને ફિટ બનવાનો છે.
કપૂરને કાર્ડિયો, સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ, પિલેટ્સ, સ્વિમિંગ, યોગા અને ડાન્સિંગનો શોખ છે.
અભિનેત્રી શૂટિંગ કે વેકેશન દરમિયાન પણ વર્ક આઉટ મિસ કરતી નથી.
અભિનેત્રીના ફેવરિટ વર્ક આઉટમાં હિપ લિફ્ટ્સ, બટરફ્લાય હિપ લિફ્ટ્સ, હીલ રેઇઝ સાથે સુમો સ્ક્વોટ્સ, એબ પ્રેપ્સ અને ઓબ્લિક્સ, પ્લેન્ક્સ અને સાઇડ પ્લેક્સનો સમાવેશ થાય છે."
કપૂરના ડાયટ રૂટિનની વાત કરીએ તો દિવસની શરૂઆત એક ચમચી ઘીથી કરે છે. નાસ્તામાં, તેણી સામાન્ય રીતે બે ઈંડા અને એક એવોકાડો, તાજા ફળો અને જ્યુસ લે છે. તે ક્યારેક દહીં સાથે પરાઠા પણ ખાય છે.
અભિનેત્રી લંચમાં હેલ્ધી પનીર મખાની, ગ્રીલ્ડ ચિકન, ગુજરાતી દાળ, ભીંડી મસાલા અથવા મેથી દાળ જેવી વાનગીઓ સાથે ગ્લુટેન-ફ્રી રોટલીનો લે છે.
રાત્રિભોજન માટે, તે રેડ રાઈસની બિરયાની અથવા એક બાઉલ સૂપ લેવાનું પસંદ કરે છે.