Janmashtami 2024 :જન્માષ્ટમી પર આ રીતે પરફેક્ટ પ્રસાદ પંજરી બનાવો, જાણો ખાસ રેસીપી

Aug 22, 2024, 11:22 AM

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. આ તહેવારમાં ભગવાન કૃષ્ણ માટે 56 ભોગના પ્રસાદ ધરવામાં આવે છે, અહીં પરફેક્ટ પ્રસાદ પંજીરી રેસીપી શેર કરી છે, જે ખુબજ ઝડપી બની જાય છે, જાણો રેસીપી

સામગ્રી

1 કપ આખા ધાણા, 1/4 કપ ખાંડ, 1 કપ મખાના, 1 /2 કપ કોપરાનું છીણ, 1/2 કપ બદામ, 1/2 કપ કાજુ, 1/2 કપ પિસ્તા, 1/4 કપ ઈલાયચી પાવડર, 1/4 કપ સુઠ પાવડર, 1 ટેબલસ્પૂન ઘી

પંજીરી રેસીપી

એક કડાઈમાં આખા ધાણાને ઘીમાં સુગંધિત થાય ત્યાં સુધી શેકો. તમારી પસંદગીના બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.

પંજીરી રેસીપી

ડ્રાય ફ્રૂટ્સ બ્રાઉન થઇ જાય એટલે એ મિશ્રણમાં ઈલાયચી પાવડર અને સુંઠ પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરો

પંજીરી રેસીપી

ત્યારબાદ મિશ્રણમાં મખાના, કોપરાનું છીણ ઉમેરી સતત મિક્ષ કરતા રહો.હવે શેકેલા ધાણાને ગ્રાઈન્ડ કરી લો. હવે બધું એક ડીશમાં મિક્ષ કરો. એટલે તમારી પરફેક્ટ પ્રસાદ પંજરી તૈયાર છે. ભગવાનને પ્રસાદમાં ધરો અને સર્વ કરો.

Healthy Recipe : પનીર, સોયા અને ચણામાંથી બનાવો પ્રોટીનથી ભરપૂર હેલ્ધી બોલ્સ, જાણો ખાસ રેસીપી