Janmashtami 2025। જન્માષ્ટમી સ્પેશિયલ ખીચડી પ્રસાદ, ભગવાનને લગાવો ભોગ

Aug 14, 2025, 02:49 PM

જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ, આ દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે, ભગવાન અનેક પ્રકારના મનગમતા ભોગ અર્પણ કરવામાં આવે છે.

જન્માષ્ટમીની ઉજવણીમાં ઇસ્કોન મંદિરમાં ખાસ ખીચડી પ્રસાદ ભોજનમાં આપવામાં આવે છે. જે ખુબજ ટેસ્ટી બને છે, તમે પણ સરળ રીતે શ્રીકૃષ્ણના ભોગ માટે સાત્વિક ખીચડી પ્રસાદ બનાવી શકો છો, જાણો રેસીપી

ખીચડી પ્રસાદ રેસીપી સામગ્રી

1 કપ પીળી મગની દાળ, 1 કપ ચોખા, 2-3 ચમચી ઘી, 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર, 2 લીલી ઈલાયચી, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 તજનો ટુકડો, 3-4 લવિંગ

ખીચડી પ્રસાદ રેસીપી સામગ્રી

6-8 કાળા મરીના દાણા, 1 લીલું મરચું, 1 આદુ છીણેલું કાપેલું, 2 બટેટા, 1/2 કપ ફુલેવર, 1/2 કપ ગાજર 1/2 કપ કોળું 1/2 કપ કઠોળ, સમારેલા 1/2 કપ કેપ્સિકમ, 2 ટામેટા સમારેલા,

ખીચડી પ્રસાદ રેસીપી સામગ્રી

1/2 કપ કોબીજ સમારેલા, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો સ્વાદ, મુજબ મીઠું , લીંબુનો રસ

ખીચડી પ્રસાદ રેસીપી

પીળી મગની દાળને 2-3 મિનિટ માટે સૂકી શેકી લો, દાળ અને ચોખાને લગભગ 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો, પછી પાણી કાઢી લો.

ખીચડી પ્રસાદ રેસીપી

ઘી મધ્યમ તાપ પર ગરમ કરો. આખા મસાલા ઉમેરો, સુગંધિત થાય ત્યાં સુધી સાંતળો.

ખીચડી પ્રસાદ રેસીપી

કાપેલા લીલા મરચાં અને છીણેલું આદુ ઉમેરો. એક મિનિટ માટે સાંતળો, એમાં જણાવ્યા મુજબ શાકભાજી ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને 5-7 મિનિટ માટે સાંતળો.

ખીચડી પ્રસાદ રેસીપી

હવે મસાલા ઉમેરો અને સારી રીતે હલાવો અને શાકભાજી થોડા નરમ થાય ત્યાં સુધી કુક કરો, પલાળેલા મગની દાળ અને ચોખા ઉમેરો. બધું ધીમે ધીમે મિક્સ કરો.

ખીચડી પ્રસાદ રેસીપી

પાણી ઉમેરો અને તેને 10-12 મિનિટ માટે ઉકળવા દો., સમારેલા કોથમીરના પાનથી સજાવો, અને લીંબુના રસ સહેજ નાખીને ખીચડીનો પ્રસાદ ધરો.

Janmashtami 2025। જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને ભાવતો આ પ્રસાદ બનાવો, જાણો રેસીપી