Aug 16, 2025
200 ગ્રામ પનીર, 1/2 લિટર દૂધ, 3-4 ઈલાયચી પાવડર, 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 1 કપ મિલ્ક પાવડર
એક પેનમાં પનીર અને દૂધ નાખીને મધ્યમ તાપે 10 મિનિટ સુધી ઉકાળો. સતત હલાવતા રહો જેથી નીચે ચોંટે નહીં.
મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક અને ઈલાયચી પાવડર નાખી દો, મિશ્રણ પેન છોડવા લાગે ત્યાં સુધી ધીમા તાપે પકાવો, અને સતત હલાવતા રહો.
મિશ્રણ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેને એક થાળીમાં કાઢી લો, મિશ્રણ સહેજ હુંફાળું હોય ત્યારે જ હાથ પર થોડું ઘી લગાવીને તેના લાડુ વાળો.
લાડુને મિલ્ક પાવડર અથવા સૂકા કોપરામાં રગદોળી લો., ઉપર પિસ્તા અને કેસરથી સજાવો.
આ લાડુને બે દિવસ સુધી બહાર રાખી શકાય અને ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સારા રહેશે.