Aug 13, 2025
1 કપ મખાના, 1 લિટર દૂધ, 1/4 કપ ખાંડ (સ્વાદ મુજબ), 2-3 લીલી એલચી પાવડર, 1 કપ બદામ, 1/4 કપ પિસ્તા, 10 કેસર, ચમચી ઘી
સૌપ્રથમ, એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના ઉમેરો અને તેને હળવા હાથે તળો જેથી તે ક્રિસ્પી થાય.
મખાનાને બાજુમાં રાખીને એક મોટા વાસણમાં દૂધ નાખો અને તેને ઉકળવા દો. દૂધ બળી ન જાય તે માટે તેને હલાવતા રહો.
જ્યારે અડધું દૂધ બાકી રહે ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં શેકેલા મખાના ઉમેરો અને ખીરને ધીમા તાપે પાકવા દો. ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો.
જ્યારે ખીર સારી રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં સમારેલી બદામ, પિસ્તા અને કેસરના દોરા ઉમેરો. કેસર ખીરને અદ્ભુત કલર અને સુગંધ આપશે, ખીર ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે.