Aug 14, 2025
1 કપ આખા ધાણા, 1/4 કપ ખાંડ, 1 કપ મખાના, 1 /2 કપ કોપરાનું છીણ, 1/2 કપ બદામ
1/2 કપ કાજુ, 1/2 કપ પિસ્તા, 1/4 કપ ઈલાયચી પાવડર, 1/4 કપ સુઠ પાવડર, 1 ટેબલસ્પૂન ઘી
એક કડાઈમાં આખા ધાણાને ઘીમાં સુગંધિત થાય ત્યાં સુધી શેકો.
હવે એમાં તમારી પસંદગીના બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.
બધા ડ્રાય ફ્રૂટ્સ બ્રાઉન થઇ જાય એટલે એ મિશ્રણમાં ઈલાયચી પાવડર અને સુંઠ પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરો.
ત્યારબાદ મિશ્રણમાં મખાના, કોપરાનું છીણ ઉમેરી સતત મિક્ષ કરતા રહો.હવે શેકેલા ધાણાને ગ્રાઈન્ડ કરી લો. હવે બધું એક ડીશમાં મિક્ષ કરો.
હવે તમારી પરફેક્ટ પ્રસાદ પંજરી તૈયાર છે, ભગવાનને પ્રસાદમાં ધરો અને સર્વ કરો