Aug 14, 2025

જન્માષ્ટમી પર ભોગ માટે બનાવો ગુલામ ચુરમા રેસીપી

Ashish Goyal

જન્માષ્ટમી

જન્માષ્ટમીનો ઉત્સવ દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે 16 ઓગસ્ટે મનાવવામાં આવશે.

Source: social-media

ગુલાબ ચુરમા રેસીપી

ભગવાન કૃષ્ણને તમે રાજસ્થાની ટ્રેડિશનલ ગુલાબ ચુરમાનો ભોગ લગાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

ગુલાબ ચુરમા સામગ્રી

ઘઉંનો લોટ, સોજી, ઘી, દૂધ, દળેલી ખાંડ, ગુલાબજળ, ગુલાબની પંખુડી, એલચી પાવડર, બારીક સમારેલા બદામ અને પિસ્તા.

Source: social-media

ગુલાબ ચુરમા બનાવવાની રીત

ગુલાબ ચુરમા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, સોજી અને ઓગાળેલું ઘી નાખી સારી રીતે મિક્સ કરો.

Source: social-media

સ્ટેપ 2

ચુરમાને ક્રિસ્પી સ્વાદ આપવા માટે આ ભેળવવું જરૂરી છે. હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરો અને કઠણ લોટ તૈયાર કરી 10-15 મિનિટ માટે ઢાંકીને રાખો.

Source: social-media

સ્ટેપ 3

આ પછી લોટના નાના ગોળા બનાવો, દરેક ગોળાને રોલ કરો અને તેમાંથી નાની પુરીઓ બનાવો.

Source: social-media

સ્ટેપ 4

ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો અને પુરીઓને મીડિયમ ફ્લેમ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો અને ઠંડી થવા માટે બાજુ પર રાખો.

Source: social-media

સ્ટેપ 5

પુરીઓ ઠંડી થાય ત્યારે તેને મિક્સરમાં નાખીને બારીક ભુક્કો કરી લો. હવે એક બાઉલમાં આ ભુક્કો, દળેલી ખાંડ, એલચી પાવડર, ગુલાબજળ અને ઓગાળેલું ઘી નાખીને સારી રીતે મિક્સ કરો.

Source: social-media

ગુલાબ ચુરમા તૈયાર

આ સાથે જ તમારો પ્રસાદ ગુલાબ ચુરમા તૈયાર છે. તેને સૂકી ગુલાબની પાંખડીઓ અને સમારેલા બદામ અને પિસ્તા નાખીને સજાવો.

Source: social-media

Source: social-media