1/2 કપ દહીં, 1/2 કપ દૂધ, 1/4 કપ મધ, 1/2 કપ ખાંડ, 1/4 કપ ઘી, 1 કપ સોજી, 1/2 ચમચી ઈલાયચી પાઉડર, 1 ટેબલસ્પૂન બેકિંગ પાઉડર, 1/2 ટેબલસ્પૂન બેકિંગ સોડા
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં દહીં અને દૂધ મિક્ષ કરો, સારી રીતે હલાવો, ત્યારબાદ એ મિશ્રણમાં મધ અને ખાંડ ઉમેરો.
હવે મિશ્રણમાં થોડું ઘી, સોજી અને ઈલાયચી પાઉડર નાખો, મિશ્રણને થોડી વાર માટે એટલે કે 10 મિનિટ માટે રેસ્ટ આપો.
રેસ્ટ આપ્યા બાદ ફરી બેટરને પ્રોપર મિક્ષ કરો, એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો ફરી સતત મિક્ષ કરો.
ત્યારબાદ બીજા પાત્રમાં ટ્રાન્સફર કરો અને ઓવનને પ્રિ હિટ કરી રાખો, પછી 25-30 મિનિટ માટે બેક કરો, તૈયાર થઇ જાય એટલે ભગવાનનો પ્રસાદ ધરો