Jul 16, 2025

જીરા આલુ રેસીપી, એકદમ આવશે હટકે સ્વાદ

Ashish Goyal

જીરા આલૂ

જીરા આલૂ શાક હોટલમાં કે ઢાબા પર ખાવાની મજા આવે છે. એકદમ ટેસ્ટી લાગે છે.

Source: social-media

ઘરે બનાવો

આવું જ ટેસ્ટી શાક તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં જીરા આલૂ શાક રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

જીરા આલુ સામગ્રી

બાફેલા બટાકા, બ્લેક મીઠું, સાદું મીઠું, આમચૂર પાઉડર, લસણ, ડુંગળી, ગરમ મસાલો, કસૂરી મેથી. બારીક સમારેલા કોથમીર, કાશ્મીરી લાલ મરચું, હળદર, તેલ, જીરું, હિંગ, આદુ, લીલા મરચા, ધાણા પાઉડર.

Source: social-media

જીરા આલુ રેસીપી, સ્ટેપ 1

સૌપ્રથમ બટાકાને બાફી લો અને પછી તેને સંપૂર્ણપણે ઠંડા થવા દો. જેથી કાપતી વખતે તે તૂટે નહીં. પછી બટાકાને છોલીને કાપી લો.

Source: social-media

સ્ટેપ 2

એક પેનમાં તેલ નાખો. તેલ ગરમ થાય કે તરત જ તેમાં જીરું ઉમેરો. જીરું તડકે કે તરત જ હિંગ, બારીક સમારેલા આદુ અને લીલા મરચા, લસણ અને ડુંગળી ઉમેરો. જેથી બધું તળાઈ જાય. પછી ગેસની આંચ ઓછી કરો અને મસાલા ઉમેરો.

Source: social-media

સ્ટેપ 3

તેલમાં હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ધાણા પાવડર પણ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને બાફેલા સમારેલા બટાકા ઉમેરો.

Source: social-media

સ્ટેપ 4

હવે તેમાં સાદું મીઠું અને થોડું બ્લેક મીઠું ઉમેરો. આમચૂરનો પાવડર અને ગરમ મસાલો પણ ઉમેરો અને મિક્સ કરો.

Source: social-media

સ્ટેપ 5

તેને તેજ ફ્લેમ પર ચડવા દો અને તેમાં કસૂરી મેથી અને સમારેલા લીલા ધાણા પણ ઉમેરો. જેથી શાકનો સ્વાદ વધી જશે.

Source: social-media

જીરા આલૂ સર્વ કરો

આ સાથે તમારું સ્વાદીષ્ટ જીરા આલૂ તૈયાર થઇ જશે. તેને ગરમા ગરમ પુરી કે રોટલી સાથે પીરસો.

Source: social-media

Source: iegujarati