જીરા આલૂ રેસીપી, આ રીતે બનાવો ખાતા રહી જશો

Feb 18, 2025, 04:09 PM

જીરા આલૂ રેસીપી

જીરા આલૂ ફરાળી રેસીપી છે જે તમે વ્રતમાં ખાઈ શકો છો, થોડા દિવસ પછી માહ શિવરાત્રી આવશે, ત્યારે તમે આ સરળ જીરા આલૂ રેસીપી ટ્રાય કરી શકો છો.

જીરા આલૂ માટે સામગ્રી

3 (બાફેલા) બટાકા, 1 ચમચી શેકેલા જીરા પાવડર, 2 ચમચી ઘી, 1/2 ચમચી જીરું, 1-2 સમારેલા લીલા મરચા,

જીરા આલૂ માટે સામગ્રી

1/2 ઇંચ આદુ સમારેલું 1/2 ચમચી મરી પાવડર, 1/2 ચમચી આમચુર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી વાટેલી મગફળી, મુઠ્ઠીભર સમારેલા કોથમીર

જીરા આલુ રેસીપી

સૌ પ્રથમ એક પેન ગરમ કરો, એમાં આખું જીરું શેકી લો, ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો, અને પાઉડર તૈયાર કરી લો.

જીરા આલુ રેસીપી

હવે ફરી એક પેનમાં ઘી ગરમ કરો, એમાં આખું જીરું નાખો અને સમારેલું લાલ મરચું, સમારેલું આદુ નાખીને બાફેલા બટાકા નાખો.

જીરા આલુ રેસીપી

હવે એમાં મરી પાઉડર, આમચૂલ પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું, વાટેલી મગફળી નાખીએ સારી રીતે બધું મિક્ષ કરો.

જીરા આલુ રેસીપી

ત્યારબાદ બટાકામાં તૈયાર કરેલ શેકેલા જીરાનો મસાલો નાખો અને મુઠ્ઠીભર સમારેલા કોથમીર નાખીને ગરમ ગરમ જીરા આલુ સર્વ કરો.

સ્પેશિયલ ટિપ્સ

જો જીરા આલુમાં તમે ઈચ્છો તો એમાં લીંબુ નાખી શકો છો જે ટેસ્ટી લાગે છે.

લીલા વટાણા પરાઠા રેસીપી, ઝટપટ બની જશે