નાસ્તામાં ચા સાથે બિસ્કિટ ખાવી મોટાભાગના લોકોને પસંદ છે, એમાં પણ જીરા બિસ્કિટ ખાવાની મજા પડે છે! આ જીરા બિસ્કિટ તમે ઘરે પણ સરળતા બનાવી શકો છો.
જીરા બિસ્કિટ બનાવામાં ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે તમારા કીચનમાં હોઈ એજ સામગ્રીથી તમે ઓછી મહેનતે બેકરી જેવી મજેદાર જીરા બિસ્કિટ બનાવી શકો છો, અહીં જાણો જીરા બિસ્કિટ રેસીપી
50 ગ્રામ ઘી, 2 ચમચી પાઉડર ખાંડ, 1/2 કપ+ 2 ચમચી લોટ/મેદા, 1/4 ચમચી મીઠું, 1 ચમચી શેકેલું જીરું
એક મોટા બાઉલમાં ઘી અને ખાંડને થોડી મિનિટો માટે એકસાથે મિક્ષ કરો.
ત્યારબાદ બધું મિશ્રણ સારી રીતે મિક્ષ કર્યા બાદ લોટ, મીઠું અને જીરું ઉમેરો.
હવે બધું સારી રીતે મિક્ષ કર્યા બાદ પાઇપિંગ બેગમાં પાઇપ સાથે બેકિંગ ટ્રે પર પરચમેન્ટ પેપરમાં આ મિશ્રણ ભરો.
ત્યારબાદ ઉપર થોડું શેકેલું જીરું છાંટો, હવે ઓવનમાં અથવા કુકરમાં 20 મિનિટ અથવા થાય ત્યાં સુધી બેક કરો જ્યાં સુધી બિસ્કિટ ક્રિસ્પી અને ટેસ્ટી ન બને.
ક્રિસ્પી બિસ્કિટ જાય પછી બિસ્કિટએ થોડી ઠંડી થવા દઈને ગરમ ગરમ ચા સાથે ક્રિસ્પી બિસ્કિટ સર્વ કરો.