મોટા ભાગના લોકો કોલ્ડ ડ્રિંક્સ, શરબત, આઈક્રિમ વગેરે ખાઈને શરીરને ઠંડુ રાખે છે.
ત્યારે ગરમીમાં કંઈક અલગ ટ્રાય કરવાની ઈચ્છા થતી હોય તો એક યુનિક ડ્રિંક ચોક્કસ ટ્રાય કરવું જોઈએ.
આ જેલી મોકટેલ ડ્રિંક્સ અલગ ટેસ્ટ સાથે ઝડપટ બનતું ડ્રિંક છે. ચાલો નોંધી લો રેસીપી
ચેલી ટ્રોફી, તકમરીયા, સોડા, લિંબુ, સંચળ, આઈસ ક્યુબ, ફુદીનો
જેલી મોકટેલ બનાવવા માટે ચાર પાંચ જેલી ચોકલેલ કે જેલી ટ્રોફી લો. અહીં તમને જે ફ્લેવરની જેલી ભાવતી હોય એ ફ્લેવરની જેલી લઈ શકો છો.
તેને મીક્સર જારમાં નાંખી થોડું પાણી ઉમેરીને, તાજા ફુદીનાના પત્તા નાંખી ક્રસ કરી દો. એકદમ લીક્વીડ બનાવી દો.
હવે એક કાચના ગ્લાસમાં એક ચમચી પલાળેલા તકમરી લો. તેમાં આઈસ ક્યૂબ નાંખો અને લિંબુની ગોળ સ્લાઇસ કાપીને નાંખો.
ત્યારબાદ જેલી પ્યુરી ઉમેરો અને સોડા ઉમેરી હલાવી દો. અને છેલ્લા ફુદીના પાનથી ગાર્નિસ કરો.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ટ્રાય કરો આ યુનિક ડ્રિંક, ચપટી વગાડતા જ બની જશે