દરેક શહેરની કોઇને કોઇ વાનગી પ્રખ્યાત હોય છે. જેમ મુંબઇના વડા પાઉ, દિલ્હીના છોલે કુલ્ચા, ઇન્દોરના પૌઆ પ્રખ્યાત છે. તેમ જોધપુરના મરચા વડા ફેમસ છે.
લાંબા લીલા મરચા, ચણાનો લોટ, બાફેલા બટાકા, લાલ મરચા પાઉડર, જીરું, તેલ, લસણની પેસ્ટ, હળદર પાઉડર, લીંબુનો રસ કે આમચુર પાઉડર, તેલ, હીંગ,
જોધપુર મરચા વડા બનાવવા માટે સૌથી પહેલા લાલા અને જાડા મરચા પાણીમાં ધોઇ લો. ત્યાર પછી મરચાની વચ્ચે ઉભો લાંબો ચીરો મારી વચ્ચેથી બીયાં કાઢી લો.
પ્રેશર કુકરમાં પાણી નાંખી બટાકા બાફી લો. બાફેલા બટાકાની છાલ ઉતારી મેશ કરો. તેમા લાલ મરચું, ધાણા પાઉડર, હળદર પાઉડર, મીઠું, જીરું, લસણની પેસ્ટ, ઝીણું સમારેલું કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મસાલો તૈયાર કરો.
હવે લીલા મરચાની અંદર બટાકાનો મસાલો ભરો. ત્યાર પછી બટાકાના મસાલા વડે મરચાને બહારથી પણ કવર કરી કરો.
એક બાઉલમાં ચણાના લોટ લો, તેમા સ્વાદ અનુસાર મીઠું, હળદર પાઉડર, લાલ મરચા પાઉડર ઉમેરી ભજીયાનું ખીરું તૈયાર કરી 10 મિનિટ રાખી મૂકો.
ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરો.
ચણાના લોટમાં બટાકાના મસાલા વાળા મરચા ડબોડી ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળો. મરચા વડા સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.
ગરમા ગરમ જોધપુર મરચા વડા લીલી અને લાલ ચટણી, ડુંગળી સાથે સર્વ કરો.